પેપર લીક કોભાંડના વિરોધમાં આમ આદમી પાર્ટીનો અને યુથ વીંગ દ્વારા ભાજપ કાર્યાલય કમલમને ધેરવામા આવ્યું

Webdunia
સોમવાર, 20 ડિસેમ્બર 2021 (15:11 IST)
સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું. આ બનાવમાં 11 લોકોની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે AAP ગુજરાતના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કોબા કમલમ ખાતે વિરોધપ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જોકે પોલીસે તેમની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. પોલીસે કેટલાક નેતાઓ પર ડંડાઓ વરસાવ્યા હતા, જેમાં કેટલાક ઘાયલ થયાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આપ નેતા ઇસુદાન ગઢવી,ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ,મનોજ સોરઠીયા સહિતના નેતાઓ સ્થળ પર હાજર
 
*આમ આદમી યુથ વિંગના પ્રમુખ પ્રવીણ રામ તેમજ નિખિલ સવાણી સહિત યુથ વિંગના ગુજરાત લેવલના હોદેદારો જોડાયા વિરોધમાં
 
સી આર પાટિલને પેપર કાંડ મુદ્દે ચેતવણી પત્ર આપવા કમલમ ખાતે પહોશી આમ આદમી પાર્ટીની ટીમ
 
પેપર કાંડ મુદ્દે અસિત વોરાને એમના પદ પરથી હટાવવા આમ આદમી પાર્ટીની માંગ
 
ભરતીમાં સંડોવાયેલા તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવા અને અટકી પડેલી તમામ ભરતીઓ પૂર્ણ કરવા આમ આદમી પાર્ટીની માંગ
 
આમ આદમી પાર્ટી અને યુથ વિગ ગુજરાતના બેરોજગાર યુવાનોની સાથે :- પ્રવીણ રામ 

સંબંધિત સમાચાર

Next Article