12 વર્ષીય કિશોરીને ભાઈના કાકા સસરાએ ગર્ભવતી બનાવી, તપાસમાં 4 માસનો ગર્ભ નીકળ્યો

Webdunia
મંગળવાર, 16 નવેમ્બર 2021 (10:15 IST)
સિંગણપોરમાં રહેતા પરિવારની 12 વર્ષની કિશોરી પર રાજસ્થાનના બાંસવાડામાં કિશોરીના ભાઈના કાકા સસરાએ બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી ઝીરો નંબરથી ગુનો બાંસવાડા ટ્રાન્સફર કર્યો છે. સિવિલ હોસ્પિટલ અને સિંગણપોર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, સિંગણપોર વિસ્તારમાં એક શ્રમજીવી પરિવાર રહે છે. પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત એક દિકરો મનજી( નામ બદલ્યું છે) અને 12 વર્ષિય દીકરી શ્રુતિ( નામ બદલ્યું છે) છે. મનજી પરણેલો છે.મનજીનું સાસરિયું બાંસવાડા ખાતે છે. તેમનામાં એવો રિવાજ છે કે લગ્ન બાદ વધુના માતા-પિતાને રૂપિયા આપવાના હોય. પરંતુ મનજી પાસે રૂપિયા ન હોવાથી વાયદા કરતો હતો. તેના સાસરિયાઓએ કહ્યું કે, જો તે રૂપિયા ન આપે તો તેની નાની બહેનને સેવા માટે રાજસ્થાન મોકલે. મનજી પણ તે માટે તૈયાર થઈ ગયો હતો. પાંચેક મહિના પહેલા મનજીના પિતા ગામ ગયા હતા. ત્યારે મનજીએે શ્રુતિને તેના સાસુ-સસરાની સેવા માટે રાજસ્થાન બાંસવાડા મોકલી હતી. ત્યાં શ્રુતિ પહોંચી તેના થોડા દિવસ બાદ મનજીના કાકા સસરાએ શ્રુતિ સાથે બળાત્કાર ગુજાર્યો હતો. કોઈને પણ કાંઈ પણ નહીં કહેવા માટે ધમકી આપી હતી. થોડા મહિના બાદ શ્રુતિ સુરત આવી હતી. બે દિવસથી તેને પેટમાં દુખાવો થતો હતો. તેથી તેના પિતા સોમવારે સારવાર માટે તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. ત્યાં ખબર પડી કે શ્રુતિ ગર્ભવતી છે. તેને ચાર મહિનાનો ગર્ભ છે. શ્રુતિને લઈને તેનો પરિવાર સિંગણપોર પોલીસ સ્ટેશન ગયો હતો. ત્યાં ઇન્સ્પેક્ટર આર.સી.વસાવાએ મનજીના કાકા સસરા વિરુદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કરીને ઝીરો નંબરથી ફરિયાદ રાજસ્થાનના બાંસવાડા પોલીસ મથકે ટ્રાન્સફર કરી દીધી છે.

સંબંધિત સમાચાર

Next Article