જૈન ધર્મમાં ત્યાગનો સંસ્કાર નાની ઉંમરમાં આપવામાં આવે છે, એટલા માટે મેં પણ એક ઝાટકે પદ છોડી દીધું

મંગળવાર, 16 નવેમ્બર 2021 (09:19 IST)
પાટણમાં પંચાસરા જૈન દેરાસર પાસે ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રમમાં બિરાજમાન જૈનાચાર્ય જયંતસેન સુરીજી મહારાજના શિષ્ટ મુનિરાજ ચારિતત્ર્ય રત્ન વિજયજીની નિશ્રામાં હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન વાકરણ ગ્રંથ સહિત 45 ગ્રંથોનું પૂજન કરવામાં આવ્યું. સિદ્ધહેમ ગ્રંથની અંબાડી પર યાત્રા નિકાળવામાં આવી. આ અવસર પર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશેષ રૂપથી હાજર હતા.  
 
આ અવસર પર રૂપાણીએ કહ્યું કે જૈન ધર્મમાં ત્યાગનો સંસ્કાર નાની ઉંમરમાં આપવામાં આવે છે. એટલા માટે મેં પણ એક ઝાટકે મુખ્યમંત્રી પદ છોડી દીધું. પાટણ સંઘના ઉપક્રમમાં સમુદાયના સાધુ સાધ્વીજી ભગવંત ગત ત્રણ વર્ષોથી પાટણ નગરમાં ધાર્મિક અધ્યયન કરી રહ્યા હતા. તારબાદ અનુમોદના અનુસાર સંઘ દ્રારા  બે દિવસીય જ્ઞાનોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્રિસ્તુતિક ઉપાશ્રયથી શ્રી સિદ્ધહેમ ગ્રંથ તેમના કરકમલમાં લઇને મહોત્સવ સ્થળ પર પહોંચ્યા. 
 
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે જૈન ધર્મમાં સાધુ સાધ્વીજી તેમના શરીરની ચિંતા કર્યા વિના ભગવાન મહાવીરના ઉપદેશોને લોકો સુધી પહોંચાડતા રહ્યા છે. જૈન ધર્મમાં બાળપણથી જ ત્યાગ કરવાના સંસ્કાર આપવામાં આવે છે અને એટલા માટે મેં મુખ્યમંત્રી પદ છોડી હતું. ત્યાગ જ સંસ્કૃતિનો ભાગ છે. કાર્યક્રમમાં જૈન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વાઘજી વોરા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર