Waqf Law Violence: મુર્શિદાબાદમાં થંભી નથી રહી હિંસા, ભીડે પિતા-પુત્રની કરી હત્યા, હાઈકોર્ટ પહોચ્યા શુભેદુ અધિકારી

Webdunia
શનિવાર, 12 એપ્રિલ 2025 (18:41 IST)
Waqf Law Violence: પોલીસના જણાવ્યા અનુસાર, હિંસાની તાજેતરની ઘટના મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાના શમશેરગંજ બ્લોકના જાફરાબાદમાં બની હતી. હિંસક ટોળાએ પિતા અને પુત્રની હત્યા કરી. હિંસા બાદ, વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે અને સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે વકફ (સુધારા) કાયદાના વિરોધમાં શુક્રવારે જિલ્લાના સુતી અને સમસેરગંજ વિસ્તારોમાં મોટા પાયે હિંસા ફાટી નીકળી હતી. હિંસા બાદ, બાંગ્લાદેશની સરહદે આવેલા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં BSF તૈનાત કરવામાં આવ્યું હતું. હિંસાની ઘટનાઓમાં કથિત સંડોવણીના સંબંધમાં અત્યાર સુધીમાં 118 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સતત દરોડા પાડી રહી છે. પોલીસ અધિકારીઓએ લોકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને અવગણવા અને શાંતિ જાળવવા વિનંતી કરી.
 
ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ કેન્દ્રીય અર્ધલશ્કરી દળો તૈનાત કરવાની કરી માંગ  
મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, “પશ્ચિમ બંગાળમાં મોટા પાયે થયેલા કોમી રમખાણોને ધ્યાનમાં રાખીને, મેં કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની જરૂરિયાત માટે રાજ્ય સરકાર પાસેથી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી હતી. રાજ્ય સરકારે તેનો સ્વીકાર કર્યો નહીં. બીજો કોઈ વિકલ્પ ન હોવાથી, મેં તાત્કાલિક સુનાવણી માટે હાઇકોર્ટનો સંપર્ક કર્યો. મારી પ્રાર્થના સ્વીકારવામાં આવી છે અને ન્યાયાધીશ સૌમેન સેન અને ન્યાયાધીશ રાજા બાસુ ચૌધરીની ડિવિઝન બેન્ચ મારા દ્વારા દાખલ કરાયેલી પીઆઈએલ પર સુનાવણી કરશે.

સંબંધિત સમાચાર

Next Article