શોભાયાત્રામાં ડીજે અને બાઇક પર પ્રતિબંધ
તમને જણાવી દઈએ કે ભાજપે આ વખતે બંગાળમાં રામ નવમી પર 2 હજાર શોભાયાત્રા કાઢવાની યોજના બનાવી છે. આવી સ્થિતિમાં પોલીસ હેડક્વાર્ટર દ્વારા સરઘસને લઈને માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. રાજ્યના ADG કાયદો અને વ્યવસ્થા જાવેદ શમીમે સૂચના જારી કરી છે કે તમામ પોલીસકર્મીઓ 2 થી 9 એપ્રિલ સુધી હાવડા ગ્રામીણ અને હાવડા કમિશનરેટ વિસ્તારોમાં ફરજ પર રહેશે. તેમણે પોલીસકર્મીઓની રજાઓ પણ રદ કરી છે. આ ઉપરાંત શોભાયાત્રામાં ડીજે અને મોટરસાઈકલ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.