પુત્રની લાલસામાં પતિ બન્યો હેવાન, ચીરી નાખ્યુ ગર્ભવતી પત્નીનુ પેટ

Webdunia
મંગળવાર, 22 સપ્ટેમ્બર 2020 (20:05 IST)
એક પતિએ પુત્રની લાલસામાં પોતાની પત્નીનુ પેટ જ ચીરી નાખ્યુ. આપણા દેશમાં લિંગ ચકાસણી કાયદાકીય અપરાધ છે. જેને કારણે અલ્ટ્રાસાઉંડ સેંટર પર લિંગ તપાસમાં નિષ્ફળ હોવા પર 5 પુત્રીઓના પિતાના માથા પર હૈવાનિયત સવાર થઈ ગઈ અને તેણે પોતાની પત્નીનુ પેટ ચીરી નાખ્યુ જેથી તે એ જાણી શકે કે તેની પત્ની પુત્રને જન્મ આપશે કે નહી. 
 
આ કિસ્સો બદાયૂ જીલ્લાના સિવિલ લાઈંસ પોલીસ સ્ટેશન સ્થિત નેકપુર ગલી નંબર 3 નો છે. આ વિસ્તાર રહેનારો પન્નાલાલ કરિયાણાની દુકાન ચલાવે છે. પન્નાલાલના લગ્ન ગોલૂ ગામ ઘોંચાની રહેનારી અનિતા સાથે થયા. લગ્ન પછી આ દંપતિની 5 પુત્રીઓ જન્મી. છઠ્ઠી સંતાનના સમયે પન્નાલાલ ઈચ્છતો હતો કે પુત્ર જન્મે. પુત્રની લાલસામાં તે અનીતા સાથે ઝગડતો રહેતો હતો. પન્નાલાલને દારૂ પીવાની લત હતી. જેને કારણે તેને દારૂના નશામાં ધૂત થઈને પોતાના ગર્ભવતઈ પત્નીને પુત્ર પૈદા કરવા માટે ઝગડો કર્યો અને તે એ જાણવા ઉતાવળો થઈ ગયો કે પત્નીના ગર્ભમાં ઉછરી રહેલ બાળક પુત્ર છે કે પુત્રી. 
 
પન્નાલાલ લિંગ જાણ કરવા માટે અલ્ટ્રાસાઉંડ સેંટર પર ગયો,પણ તેને નિરાશા જ હાથ લાગી. પત્નીએ આ વાતનો વિરોધ કર્યો. તેણે કહ્યુ કે પુત્રીઓ અને પુત્ર એક જેવા જ હોય છે તો વાત પન્નાને ખૂંચી ગઈ, તેણે દારૂના નશામાં દાતરડુ ઉઠાવીને પત્નીનુ પેટ ચીરી નાખ્યુ. અનીતાની ચીસ સાંભળીને નજીકમાં રહેનારી તેની બહેન રેખા પહોંચી ગઈ તો જોયુ કે અનીતા જમીન પર છટપટાઈ રહી હતી.  તત્કાલ તેને જીલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી. અહી પ્રાથમિક સારવાર પછી તેને બરેલી રેફર કરવઆમાં આવી. પોલીસે આરોપી પતિ પન્નાલાલની ધરપકડ કરી લીધી છે. 
 
પોલીસે પીડિતાના ભાઈની ફરિયાદ પર કેસ નોંધીને પોતાની તપાસ શરૂ કરી છે. બદાયૂ એસએસપીનુ કહેવુ છે કે પોલીસ તપાસ કરી રહી છે કે આ અપરાધ કરવાનુ કારણ શુ હતુ. અનીતાના પિયરના લોકોનો આરોપ છે કે પન્નાલાલને પુત્ર જોઈતો હતો અને તેણે આ જાણ કરવા કે તેની પત્નીના પેટમા પુત્ર છે કે પુત્રી તેનુ પેટ જ ચીરી નાખ્યુ. 
 
જો હકીકતમાં પુત્રની ચાહતમાં 5 પુત્રીઓનો પિતા હેવાન બની ગયો, તો આ ચિંતાનો વિષય છે. જીવનભર સાથ નિભાવવાની સોગંધ ખાનાર પતિ પોતાની પત્નીનુ પેટ ફક્ત એ માટે ચીરી નાખે છે કે તે પુત્રની કામના રાખે છે, ભલે જ તેનુ આ કૃત્ય મા અને ગર્ભસ્થ બાળક બંને માટે જીવલેણ સાબિત થઈ જાય. આવા હૈવાન પતિને કઠોર સજા મળવી જોઈએ 
 

સંબંધિત સમાચાર

Next Article