વિધાનસભાના સત્ર પહેલાં ભાજપ અને કોંગ્રેસના આટલા ધારાસભ્યો કોરોના પોઝિટીવ
સોમવાર, 21 સપ્ટેમ્બર 2020 (13:14 IST)
ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ચોમાસુ સત્રમાં ધારાસભ્યો માટે કોરોના ટેસ્ટ ફરજીયાત કરાયો છે જેના પગલે રવિવારે મોડી સાંજે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોના વિધાનસભા સંકુલમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ભાજપ અને કોંગ્રેસના છ ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હોવાનું નિદાન થયું હતું. લોકસભા ની જેમ ગુજરાત વિધાનસભામાં પણ સત્ર દરમિયાન ધારાસભ્યો ના કોરોના ટેસ્ટ કરવા નક્કી કરવામાં આવ્યું હતુ. વિધાનસભા સંકુલમાં ધારાસભ્યોના કોરોના કેસ કરવા માટે આરોગ્ય વિભાગની 6 મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી હતી. ભાજપના આણંદના ધારાસભ્ય કનુ પટેલ પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ કોંગ્રેસના ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ વ્યારાના ધારાસભ્ય પુંજાભાઇ ગામી બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલ અને ધારાસભ્ય વીરજી ઠુમ્મર કોરોના સંક્રમિત થયા હોવાનું બહાર આવ્યું હતું આ બધા ધારાસભ્યોને કવોરટાઇન થવા માટે સૂચના આપવામાં આવી હતી. જોકે ઘણા ધારાસભ્યોએ પોતાના જ મત વિસ્તારના અર્બન સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો મોડી સાંજ સુધી જાણવા મળ્યું કે 90 ધારાસભ્યોના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા.