અમદાવાદમાં રાજધાની એક્સપ્રેસમાં 11 પોઝિટીવ કેસ સામે આવ્યા, કુલ 42 પોઝિટિવ કેસ

સોમવાર, 21 સપ્ટેમ્બર 2020 (10:06 IST)
Amc દ્વારા ટ્રેનમાં આવતા મુસાફરોનું ફરજીયાત કોરોના ચેકિંગ કરાઈ રહ્યું છે. ટેસ્ટિંગ કર્યા બાદ જ મુસાફરો બહાર નીકળી શકે છે.Amc દ્વારા ટ્રેનમાં આવતા મુસાફરોનું ફરજીયાત કોરોના ચેકિંગ કરાઈ રહ્યું છે. ટેસ્ટિંગ કર્યા બાદ જ મુસાફરો બહાર નીકળી શકે છે. Amc દ્વારા ટ્રેનમાં આવતા મુસાફરોનું ફરજીયાત કોરોના ચેકિંગ કરાઈ રહ્યું છે. ટેસ્ટિંગ કર્યા બાદ જ મુસાફરો બહાર નીકળી શકે છે.
 
અમદાવાદમાં કોરોના વાયરસે હાહાકાર મચેલો છે. ત્યારે શહેરમાં 42 મુસાફરો કોરોના સંક્રમિત થયા હોવાનો ખુલાસો થયો છે. 
 
અમદાવાદમાં રાજધાની એક્સપ્રેસમાં 11 પોઝિટીવ કેસ સામે આવ્યા છે, તેવી જ રીતે હાવડા એક્સપ્રેસમાં 22 પોઝિટીવ, ગોરખપુર એક્સપ્રેસમાં 6 કેસ, મુઝફ્ફરપુર સ્પે.ટ્રેનમાં 3 કેસ સામે આવ્યા છે. 23 કોરોના દર્દીઓને સાબરમતી કોવિડ સેન્ટરમાં મોકલાયા છે, જ્યારે 19 દર્દીઓને હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે. રેલવે સ્ટેશન પર AMC દ્વારા ટેસ્ટિંગ કરાયુ હોવોના સમાચાર મળી રહ્યા છે.
 
ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં 409 મુસાફરોનું ટેસ્ટિંગ કરાયું હતું, જેમાં 6 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. મુઝફરપુર સ્પેશિયલ ટ્રેનમાં આવેલ 559 મુસાફરોનું ટેસ્ટિંગ કરાયું હતું, જેમાં 3 પોઝિટિવ કેસ મળી આવ્યા છે અને હાવડા એક્સપ્રેશના 648 મુસાફરોનું ટેસ્ટિંગ કરાયું, જેમાં 22 પોઝિટવ કેસ સામે આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર