ગુજરાત સહીત દેશના કેટલાય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Webdunia
રવિવાર, 10 જુલાઈ 2022 (12:57 IST)
દક્ષિણ પશ્ચિમ મૉનસૂન લગભગ સમગ્ર ભારતમાં છવાઈ ગયું છે. તેના કારણે દેશના વિભિન્ન ભાગોમાં વરસાદ, વાદળ ફાટવાની, વીજળી પડવાની અને પૂર જેવી પરિસ્થિતિના અહેવાલો સામે આવી રહ્યા છે.
 
આઈએમડીએ દેશના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા ઍલર્ટ જાહેર કર્યું છે.
 
આઈએમડી અનુસાર, ભારતમાં અત્યારે બે પ્રકારના સાયક્લોન સક્રિય છે. એક દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનની આસપાસના વિસ્તારોમાં સક્રિય છે.
 
જ્યારે બીજું સાયક્લોન દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તાર અને બંગાળની ખાડી પર સક્રિય છે.
 
જેના લીધે આગામી પાંચ દિવસ સુધી એટલે કે 13 જુલાઈ સુધી છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઓડિશા, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ભારેથી 
 
અતિભારે વરસાદની આગાહી છે.
 
શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટતાં 14થી વધુ શ્રદ્ધાળુઓનાં મૃત્યુ થયાં હતા. હવામાનવિભાગે રવિવારે પણ રાજ્યામાં ભારે વરસાદની આગાહી કરી છે.
 
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદ સાથે વીજળી પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી પાંચ 
 
દિવસ માટે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
 

સંબંધિત સમાચાર

Next Article