વિપક્ષના 26 વિરુદ્ધ NDAના 38 પક્ષોની આજે બેઠકઃ લોકસભામાં માત્ર 9 પક્ષો પાસે 10 કે તેથી વધુ બેઠકો

Webdunia
મંગળવાર, 18 જુલાઈ 2023 (10:42 IST)
NDA meeting in Delhi today- 2024ની લોકસભા ચૂંટણીમાં હજુ સમય છે. પરંતુ ચૂંટણી પહેલા જ રાજકીય પક્ષો વચ્ચેની લડાઈ તેજ થઈ ગઈ છે. મંગળવારે ભાજપે જાહેરાત કરી છે કે એનડીએના 38 સહયોગીઓએ બેઠકમાં તેમની હાજરીની પુષ્ટિ કરી છે.
 
2024ની લોકસભાની ચૂંટણી માટે શાસક અને વિપક્ષે અત્યારથી ચોગઠા ગોઠવવાનું શરુ કરી દીધું છે. એક બાજુ સરકાર છે અને બીજી બાજુ વિપક્ષ,આજે ભારતીય રાજનીતિમાં બે મોટી ઘટનાઓ બનવાની છે. કેન્દ્રના શાસક ગઠબંધન એનડીએ દિલ્હીમાં એક મોટી બેઠક બોલાવી છે જેમાં એનડીએના 38 પક્ષો સામેલ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 18 જુલાઈ મંગળવારના રોજ સત્તારૂઢ NDAની મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે. મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો વચ્ચે આ બેઠક થઈ રહી છે. 18 જુલાઈએ જ NDAની રચનાના 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 
<

#WATCH | Our 38 partners have confirmed attending the NDA meeting to be held tomorrow, says BJP National President JP Nadda. pic.twitter.com/DFNip4inNA

— ANI (@ANI) July 17, 2023 >
આ પહેલા 23 જૂને પટનામાં 24 વિપક્ષી દળોની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે 26 પાર્ટીઓ મળીને ભાજપ સરકારને ઉથલાવી દેશે.

સંબંધિત સમાચાર

Next Article