મોદી સરકારે મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકમાંથી આઝાદી અપાવવાનુ નક્કી કરી લીધુ છે. મોદી કેબિનેટે બુધવારે ત્રિપલ તલાક પર અધ્યાદેશને મંજુરી આપી દીધી છે. કેબિનેટની મંજૂરી પછી હવે તેના પર રાષ્ટ્રપતિની મોહર લાગવી બાકી છે. જ્યારબાદ આ લાગૂ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે ત્રિપલ તલાક બીલ લોકસભામાંથી પાસ થઈ ચુક્યુ છે પણ રાજ્યસભામાં લંબિત છે. તેથી સરકારે અધ્યાદેશને મંજૂરી આપી દીધી. એવુ કહેવાય રહ્યુ છે કે અધ્યાદેશમાં
લોકસભામાં રજૂ થયા બાદ આ બીલ રાજ્યસભામાં અટકી ગયું હતું. કૉંગ્રેસે સંસદમાં કહ્યું હતું કે આ બિલની કેટલીક જોગવાઇઓમાં ફેરફાર કરવા જોઇએ. કેન્દ્ર સરકારના આ નિર્ણય પર યુપીમાં શિયા વકફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ કહ્યું કે મહિલાઓની જીત થઇ છે.
આ કારણે ટ્રિપલ તલાક બિલનો વિરોધ કરે છે કૉંગ્રેસ, રાહુલ ગાંધીએ પ્રથમવાર આપી સ્પષ્ટતા
રિઝવીએ કહ્યું કે મહિલાઓએ કટ્ટરપંથી તબક્કાથી ટકરાતા મામલાને સમાજમાં લાવવાનું કામ કર્યું અને સુપ્રીમ કોર્ટ સુધી ગયા. કટ્ટરપંથી સમાજની વિરૂદ્ધ હિન્દુ અને મુસ્લિમ સમાજ સહિત તમામ લોકો પીડિત મહિલાઓની સાથે છે. રિઝવીએ કહ્યું કે હવે અમારા પરિવારમાં છોકરીઓની ભાગીદારી માટે પણ આગળ લડાઇ લડીશું.
ઉલ્લેખનીય છે કે સંવિધાનમાં અધ્યાદેશનો રસ્તો બતાવ્યો છે. કોઇ બિલને લાગૂ કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. સંવિધાનના આર્ટિકલ 123 પ્રમાણે જ્યારે સંસદ સત્ર ચાલી રહ્યું ના હોય ત્યારે રાષ્ટ્રપતિનો કેન્દ્રને આગ્રહ પર કોઇ અધ્યાદેશ રજૂ કરી શકે છે. અધ્યાદેશ ગૃહના આગળના સત્રની સમાપ્તિ બાદ છ સપ્તાહ સુધી ચાલુ રહી શકે છે. જે બિલ પર અધ્યાદેશ લાવામાં આવે છે, તેને સંસદમાં આગળના સત્રમાં રજૂ કરવાનું જ હોય છે. આમ ન થવા પર રાષ્ટ્રપતિ તેને ફરીથી પણ રજૂ કરી શકે છે.