આજે સંસદના મૉનસૂન સત્રનો અંતિમ દિવસ છે. અને મોદી સરકાર સંશોધિત સાથે ત્રણ તલાક બિલ રાજ્યસભામાં રજુ કરશે. સરકાર પૂરા જોશથી આ વાત પર છે કે આ બિલને ઉચ્ક્ચ સદનમાંથી પણ મંજુરી મળી જાય. તેથી ભાજપાએ પોતાના બધા સાંસદોને સદનમાં હાજર રહેવા માટે વ્હિપ રજુ કર્યુ છે. જો કે વિપક્ષ આ બિલને પાસ કરાવવાની માર્ગમાં અવરોધ કરવાની પૂરી તૈયારીમાં છે. કોંગ્રેસનુ કહેવુ છે કે સરકારે આ મુદ્દે વિપક્ષ સાથે ચર્ચા વિચારણા કરી નથી આ કારણે જ રાજ્યસભામાં હંગામો થવાની શક્યતા છે.
સરકાર રાજ્યસભામાં આ સંશોધિત બિલને પસાર કરાવી શકે છે. જો વિધેયક ઉચ્ચ સદનમાં પસાર થઈ જાય તો તેને સંશોધનની મંજૂરી માટે પરત લોકસભામાં રજુ કરવામાં આવશે. ત્રિપલ તલાકનુ બિલ પાસ થશે કે પછી વિપક્ષના હંગામા વચ્ચે ફરી એકવાર આ બિલ આગળ લંબાશે એ અંગેના વધુ સમાચાર જાણવા માટે આપ અમારા નેશનલ ન્યુઝ ચેનલની મુલાકાત જરૂર લો.
આ અગાઉ સરકારે ગુરૂવારે મુસ્લિમ સમુદાયમાં ત્રણ તલાક સાથે સંબંધિત પ્રસ્તાવિત કાયદામાં આરોપીને સુનાવણી પહેલા જામીન આપવાની કેટલીક જોગવાઈઓને મંજૂરી આપી દીધી છે. જોકે આ પગલા મારફતે કેબિનેટે તે ચિંતાઓને પણ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે જેમાં ત્રણ તલાકની પરંપરાને ગેરકાયદેસર જાહેર કરવા અને પતિને ત્રણ વર્ષની સજા આપવાના પ્રસ્તાવિત કાયદાના દૂરૂપયોગથી બચી શકાય.