સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, સમલૈગિક સંબંધ અપરાધ નહી, જાણો આની પાછળના વિવાદનુ કારણ

ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (12:10 IST)
આઈપીસીની ધારા 377ની સંવૈધાનિક વૈઘતા પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. સમલૈગિકતાના પક્ષકારોની સુપ્રીમ કોર્ટની મોટી રાહત આપતા આઈપીસીની ધારા 377ની સંવૈઘાનિક માન્યતાને કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો. પાંચ જજોની સંવૈધાનિક બેંચે આ મામલે આજે આ ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. 
આ મામલો ખૂબ જ ચર્ચિત રહ્યો છે અને વિવાદનો વિષય પણ રહ્યો છે.  આવો જાણીએ શુ છે ધારા 377 અને તેની સાથે જોડાયેલ અન્ય ખાસ વાતો.. 
 
શુ છે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની ધારા 377 
 
ભારતીય દંડ સંહિતા (આઈપીએસી)ની ધારા 377 હેઠળ 2 લોકો પરસ્પર સહમતિ કે અસહમતિથી અપ્રાકૃતિક સંબંધ બનાવે છે અને દોષી કરાર આપવામાં આવે છે તો તેમને 10 વર્ષની સજાથી લઈને ઉંમરકેદની સજા થઈ શકે છે.  આ અપરાધ સંજ્ઞેય અપરાધની શ્રેણીમાં આવે છે અને બિનજમાનતી છે. 
 
કોણે આપ્યો હતો ધારા 377ને પડકાર  
 
સેક્સ વર્કરો માટે કામ કરનારી સંસ્થા નાઝ ફાઉંડેશને દિલ્હી હાઈકોર્ટમાં એવુ કહીને આની સંવૈધાનિક વૈધતા પર સવાલ ઉઠાવ્યો હતો કે જો વયસ્ક પરસ્પર સહમતિથી એકાંતમાં યૌન સંબંધ બનાવે છે તો તેને ધારા 377ની જોગવાઈમાંથી બહાર કરવો જોઈએ 
 
દિલ્હી હાઈકોર્ટે 2 જુલાઈ 2009ના રોજ આપ્યો હતો નિર્ણય 
 
દિલ્હી હાઈકોર્ટે 2 જુલાઈ 2009ના રોજ નાઝ ફાઉડેશનની અરજી પર સુનાવની કરતા પોતાના નિર્ણયમાં કહ્યુ કે બે વયસ્ક પોતાની સહમતિથી એકાંતમાં સમલૈગિક સબંધ બનાવે છે તો તે આઈપીસીની ધારા 377 હેઠળ અપરાધ નહી માનવામાં આવે. કોર્ટે બધા નાગરિકોને સમાનતાના અધિકારોની વાત કરી હતી. 
 
હાઈકોર્ટેના નિર્ણયને સુપ્રીમ કોર્ટે પલટ્યો  
 
સમલૈગિકતા પર દિલ્હી હાઈકોર્ટને આપેલ નિર્ણયને પલટાવતા સુપ્રીમ કોર્ટે 11 ડિસેમ્બર 2013ના રોજ હોમો સેક્સુઆલિટી મામલે આપવામાં આવેલ ઐતિહાસિક જજમેંટમાં સમલૈગિકતા મામલે ઉંમરકેદની સજાની જોગવાઈના કાયદાને કાયમ રાખવાનો નિર્ણય કર્યો હતો.  સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્ણયને રદ્દ કરી દીધો હતો. જેમા બે વયસ્કની પરસ્પર સહમતિથી સમલૈગિક સંબંધને અપરાધની શ્રેણીથી બહાર માનવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યુ જ્યા સુધી ધારા 377 રહેશે ત્યા સુધી સમલૈગિક સંબંધને યોગ્ય નથી કહી શકાતી. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર