સુપ્રીમ કોર્ટૅના આદેશ વિરુદ્ધ કેન્દ્ર સરકાર દ્વારા લગાવેલ એસસી/એસટી એક્ટને લઈને સવર્ણોના અંદાજે 35 સંગઠનોએ આજે ભારત બંધની જાહેરાત કરી છે. ભારત બંધને ધ્યાનમાં રાખતા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મધ્ય પ્રદેશ છે. ઉપરાંત, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને સાવચેતી રાખવામાં આવી છે. મધ્યપ્રદેષના તમામ જિલ્લામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેની સાથે 18 જિલ્લામાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે
ભિંડ, ગ્વાલિયર, છતરપુર, રીવા, શિવપુરી સહિત અહીંના સુપ્રીમ કોર્ટૅના આદેશ વિરુદ્ધ કેન્દ્ર સરકાર દ્વારા લગાવેલ એસસી/એસટી એક્ટને લઈને કેટલાક સુવર્ણ સંગઠનો દ્વારા આજે ભારત બંધના એલાનને ધ્યાનમાં રાખતા મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયાથી આ કાયદા વિરુદ્ધ મધ્યપ્રદેશના અનેક સ્થાન પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યુ છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશ કોંગ્રેસ નેતા અધ્યક્ષ કમલનાથ કોંગ્રેસ નેતા જ્યોતિરાધિત્ય સિંધિયા સહિત અનેક નેતાઓ અને મંત્રીઓને કાળા ઝંડા બતાવાયા છે. કરણી સેનાએ કાલે ગ્વાલિયરમાં રેલી કરી જેનું આયોજન વાચક દેવકી નંદન ઠાકુરને કર્યું હતું. કરણી સેનાનું ભારત બંધનું એલાન મધ્યપ્રદેશથી નીકળીને રાજસ્થાન અને છત્તીસગઢમાં બીજેપીની પરેશાની વધારી રહ્યું છે, કેમકે રાજસ્થાનમાં આ સંગઠનનો મોટો પ્રભાવ છે.