આઝમગઢથી દિલ્હી આવી રહેલી 12225 (અપ) કૈફિયત એક્સપ્રેસ ઓરૈયા પાસે બુધવારે સવારે 2.50 વાગ્યે એક ડંપર સાથે અથડાય જવાથી દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. આ દુર્ઘટનામાં કૈફિયત એક્સપ્રેસના આ દુર્ઘટનામાં એન્જિન સહિત 10 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા છે... જેને કારણે 74થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે.
અલાહબાદ અને કાનપુરથી રિલીફ ટ્રેન ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. મળતી જાણકારી અનુસાર એન્જિન, પાવર કારની સાથે 4 જનરલ કોચ, B2, H1, A2, A1 અને S1 કોચ પાટા પરથી ખડી પડ્યા છે. રેલવેમંત્રી સુરેશ પ્રભુએ કહ્યું કે, કેટલાક પ્રવાસી આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે અને તેમને નજીકની હોસ્પટિલમાં ખસેડવામાં આવ્યા છે. રાહત બચાવના કામ માટે એનડીઆરએફની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.