બિહારના પશ્ચિમ ચંપારણના બગાહામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં 25 લોકોથી ભરેલી નાવડી ગંડક નદીમાં ડૂબી ગઈ છે. મળતી માહિતી મુજબ સૂચના મળતાની સાથે જ વહીવટી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલમાં, નજીકના ઘાટ પર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધી પાંચ લોકોનુ રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. સાથે જ 20 લોકોની શોધ ચાલી રહી છે
આ દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે મુસાફરોથી ભરેલી નૌકા દિયારથી શહેર તરફ આવી રહી હતી. બોટમાં વધુ લોકો હોવાને કારણે બોટ અસંતુલિત થઈ ગઈ અને નદીના પ્રવાહમાં જ ડૂબી ગઈ. બોટમાં ભેંસ સહિત અન્ય પશુઓનું લોડિંગ પણ આ અકસ્માતનું થવાનું કારણ બતાવાય રહ્યુ છે. આનાથી હોડી છૂટી ગઈ. અત્યારે અધિકારી સ્થળ પર હાજર છે. તે જ સમયે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.
NDRF ની ટીમ ઘટના સ્થળ પર
પોલીસવડા આનંદ કુમાર સિંહે જણાવ્યું કે સવારે 9 વાગ્યે 25 લોકો નાવડીમાં સવાર હોવાની માહિતી મળી છે. તેમણે કહ્યું કે બોટમાં સવાર તમામ લોકો સુરક્ષિત હશે એવી અપેક્ષા છે. તેમ છતા પણ, સ્થાનિક ડાઇવર્સ અને એનડીઆરએફની ટીમ ગુમ થયેલા લોકોની નદીમાં શોધ કરી રહી છે.
આગામી 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી
બિહારમાં માનસૂન સતત સક્રિય છે. આ કારણે ઘણા વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ બિહાર અને ઝારખંડમાંથી ટ્રફ રેખા પસાર થઈ રહી છે. તેના કારણે બિહારના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ હવામાન વિભાગે આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. સાથે જ સતત વરસાદને કારણે બાગમતી, ગંડક અને અધવરા જૂથની નદીઓમાં ધમધમતા પાણી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પોલ, પશ્ચિમ ચંપારણ, સીતામઢી, ગોપાલગંજ, કિશનગંજ, સિવાન, સારન, પૂર્વ ચંપારણ, મુઝફ્ફરપુર અને પટનાના ઘણા વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડશે. વરસાદને કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે. આ સાથે લોકોને ગરમી અને બફારાથી પણ રાહત મળશે.