Corona Update India - કોરોનાએ એક દિવસમાં લગાવી લાંબી છલાંગ, દેશમાં એક જ દિવસમાં 37 હજાર નવા કેસ, 47 ટકાનો વધારો

બુધવાર, 25 ઑગસ્ટ 2021 (12:26 IST)
ભારતમાં કોરોના વાયરસના કેસમાં એકવાર ફરી તેજી જોવા મળી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનનાઅ 37 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની તુલનામાં લગભગ 12 હજાર વધુ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડાના મુજબ દેશમાં બુધવારે કોરોના વાયરસના 37593 નવા કેસ નોંધાયા છે. આનો અર્થ એ છે કે મંગળવારની તુલનામાં કોવિડ -19 ના કેસોમાં લગભગ 47 ટકાનો વધારો જોવા મળ્યો છે. 
 
આરોગ્ય વિભાગના આંકડા મુજબ, ભારતમાં સક્રિય કેસોની સંખ્યા હાલ 3,22,327 છે. સાથે જ દેશમાં અત્યાર સુધીમાં 59.55 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. આ સિવાય દેશમાં હાલની રિકવરી રેટ 97.67 ટકા છે અને છેલ્લા 24 કલાક દરમિયાન 34169 લોકો કોરોનાથી ઠીક થયા છે. જણાવી દઈએ કે મંગળવારે દેશમાં કોરોનાના 25,467 નવા કેસ નોંધાયા હતા. 
 
દેશમાં ક્યારે કેટલા કેસ 
 
દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા ગયા વર્ષે 7 ઓગસ્ટે 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. સાથે જ સંક્રમણના કુલ કેસ 16 મી સપ્ટેમ્બરે 50 લાખ, 28 મી સપ્ટેમ્બરે 60 લાખ, 11 મી ઓક્ટોબરે 70 લાખ, 29 મી ઓક્ટોબરે 80 લાખ અને 20 મી નવેમ્બરે 90 લાખને વટાવી ગયા છે. દેશમાં, આ કેસ 19 ડિસેમ્બરે એક કરોડને પાર, 4 મેના રોજ બે કરોડ અને 23 જૂને ત્રણ કરોડને પાર થઈ ગયા હતા. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર