Corona Update India - કોરોનાથી મોતનો આંકડામાં ઘટાડો, 75 દિવસ પછી દેશમાં આવ્યા ફક્ત 60471 નવા કેસ

મંગળવાર, 15 જૂન 2021 (11:05 IST)
ભારતમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોના વાયરસના 60 હજાર 471 નવા મામલા નોંધવામાં આવ્યા છે જો કે 75 દિવસ પછી સૌથી ઓછી છે. સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી રજુ તાજા આંકડા મુજબ, દેશમાં હવે સક્રિય મામલાની સંખ્યા પણ ગબડીને 9 લાખ 13 હજાર 378 પર આવી ગઈ છે. આ દરમિયાન કોરોનાના કારણે 2 હજાર 726 લોકોએ દમ પણ તોડ્યો છે, જ્યારબાદ કોરોનાથી મરનારાઓના આંકડા 3 લાખ 77 હજારને પર કરી  ગયા છે. 
 
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1 લાખ 17 હજાર 525 દર્દી ઠીક થઈ ગયા છે. આ સતત 33 મો દિવસ છે. જ્યારે કોરોનાના દૈનિકા મામલાથી વધુ સંખ્યા તેનાથી ઠીક થનારા દર્દીઓની છે. અત્યાર સુધી દેશમાં કુલ 2 કરોડ 82 લાખ 80 હજાર 472 લોકો કોરોનાથી ઠીક થઈ ચુક્યા છે. 
 
બીજી બાજુ દેશમાં હવે કોરોનાથી ઠીક થનારાઓની દર વધીને 95.64 ટકા પર પહોંચી ગઈ છે. સાપ્તાહિક પોઝિટિવિટી દર પણ ઘટીને પાંચ ટકાથી નીચે આવી ગયો છે અને દૈનિક સંક્રમણ દર પણ 3.45 ટકા જ રહી ગઈ છે.  આ સતત 8મા દિવસ છે જ્યારે દૈનિક સંક્રણ દર 5 ટકાથી ઓછા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર