વારંટ વગર મારી ધરપકડ નથી કરી શકતા
ભાજપના નેતા પ્રમોદ જાખર જેઠાના જણાવ્યા અનુસાર નારાયણ રાણેને કસ્ટડી લેવા રત્નાગિરિ પોલીસ આવી છે. પણ જ્યારે અમે તેમને ધરપકડનું વોરંટ બતાવવાનું કહ્યું ત્યારે તેની પાસે કોઈ વોરંટ નહોતુ. પોલીસ કહે છે અમારા જેઠાલાલે કહ્યું પોલીસ કહે છે કે અમે દબાણ હેઠળ છીએ અને 5 મિનિટમાં ધરપકડ કરવાનું કહ્યું. અમે પોલીસને કહ્યું છે કે કેન્દ્રીય મંત્રીની અટકાયત માટે એક પ્રોટોકોલ છે, જેનું પાલન કરવું ફરજિયાત છે, વોરંટ વગર કોઈની અટકાયત કરી શકાતી નથી. પોલીસ દ્વારા ઈસ્યુ કરાયેલા વોરન્ટ પર નારાયણ રાણેએ કહ્યું હતું કે આ વિશે મને કોઈપણ ઓફિશિયલ માહિતી નથી. પોલીસ તરફથી કોઈપણ નોટિસ મળી નથી. મેં કોઈ ગુનો કર્યો નથી. આ સિવાય મને કોઈ FIRની પણ માહિતી નથી. હું એક કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાનો સાંસદ છું, આ કારણે કાયદો શું છે એની મને સારી સમજણ છે.