Gurugram News : ગુરૂગ્રામમાં મકાન માલિક બન્યો હેવાન, વહુ સહિત ચારની હત્યા

મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (17:50 IST)
ગુડગાવની રાજેંદ્રા પાર્ક એરિયામાં એક જ ઘરમાં 4 લોકોની હત્યા થઈ ગઈ છે. ઘટનામાં ઘાયલ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. માહિતી મળ્યા પછી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી. ઘટના મુજબ મકાન માલિક પર હત્યાનો શક બતાવાય રહ્યો છે. માહિતી મુજબ આશંકા બતાવાય રહી છે કે મકાન માલિકે પોતાની વહુ સાથે જ ભાડુઆત, તેની પત્ની અને બાળકોની હત્યા કરી છે. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ કરી રહી છે. આ મામલે આરોપી મકાન માલિકની ધરપકડ કરવામાં આવી છે. 
 
પૂર્વ સૈન્ય કર્મચારી રહી ચુક્યો છે મકાન માલિક 
 
પોલીસનુ કહેવુ છે કે મકાન માલિક રાવ રાય સાહેબે પોતાના રૂમમાં ભાડે રહેનારા કૃષ્ણ તિવારી વય લગભગ 45 વર્ષ, અનામિતા તિવારી વય 38 વર્ષ, સુનિતા યાદવ વય લગભગ 32 વર્ષ  અને સુરભિ તિવારી વય 9 વર્ષની ધારદાર હથિયારથી અજ્ઞાત કારણોસર હત્યા કરી. આ દરમિયાન ચાર વ્યક્તિઓનુ ઘટના સ્થળ પર જ મોત થઈ ગયુ છે અને એક યુવતી વિધિ તિવારી વય 3 વર્ષને સિવિલ હોસ્પિટલના સેક્ટર 10 ગુરૂગ્રામમં સારવાર માટે લઈ જવામાં આવી છે. રાવ રાય સાહેબ સેનામાંથી રિટાયર છે. 
 
હત્યા પછી પોતે જ પહોંચ્યો પોલીસ સ્ટેશન 
 
હત્યા બાદ રાવ રાય સાહેબ પોતે જ પોલીસ સ્ટેશન પહોંચી ગયો. તેણે ત્યા જઈને કહ્યુ કે મે મારા ભાડુઆતોને મારી નાખ્યા છે. ત્યારબાદ દીપક સહારન ડીસીપી વેસ્ટ ગુરૂગ્રામ, રાજીવ યાદવ એસીપી ઉદ્યોગ સહિત અન્ય પોલીસ અધિકારી ઘટના સ્થળ પર પહોચ્યા. પોલીસે આ સંબંધમાં મામલો નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર