દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે AAP, અરવિંદ કેજરીવાલે કોંગ્રેસને આપ્યો જોરદાર ઝટકો

Webdunia
બુધવાર, 11 ડિસેમ્બર 2024 (11:20 IST)
દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી  (AAP) ગઠબંધનની અટકળો લગાવવામાં આવી રહી હતી.  બીજી બાજુ હવે અરવિંદ કેજરીવાલે આ સમાચારનુ ખંડન કર્યુ છે. કેજરીવાલે કહ્યુ છે કે દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધનની કોઈ સંભાવના નથી. આમ આદમી પાર્ટી દિલ્હીમાં આ ચૂંટણી પોતાના દમ પર જ લડશે.
 
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગઠબંધનની તમામ અટકળોને ખોટી સાબિત કર તા એલાન કરી દીધુ છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેંડલ X પર લખ્યુ છે, "દિલ્હીમા ખુદના દમ પર ચૂંટણી લડીશુ. કોંગ્રેસ સાથે કોઈપણ પ્રકારના ગઠબંધનની શક્યતા નથી. 
 
કોંગ્રેસને 15 સીટો આપવાની હતી ચર્ચા 
આ પહેલા સૂત્રોએ જણાવ્યુ હતુ કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે સહમતિ અંતિમ ચરણમાં છે. કોંગ્રેસને 15 સીટો,  ઈંડિયા ગઠબંધનના સભ્યોને 1-2 અને બાકી સીટો આપને મળશે.  સમાચાર એ છે કે દિલ્હી વિધાનસભા ચૂંટનીને લઈને ઈંડિયા ગઠબંધનના નેતાઓની એક બેઠક થઈ જ્યારબાદ આ અટકળો વધુ તેજ થઈ ગઈ કે દિલ્હીમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે.  
 
પહેલા પણ કરી ચુક્યા છે ઈનકાર 
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અરવિંદ કેજરીવાલ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને કોગ્રેસ સાથે ગઠબંધનથી ઈનકાર કરી ચુક્યા છે. પણ એકવાર ફરી બંને દળો વચ્ચે ગઠબંધનના સમાચારોએ તૂલ પકડ્યુ છે. બીજી બાજુ હવે અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ સાથે અલાયંસની કોઈપણ શક્યતાને નકારી દીધી છે. 
 
રાજધાની દિલ્હીમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવશે. ચૂંટણીમા મુખ્ય મુકાબલો આમ આદમી પાર્ટી અને ભાજપાની વચ્ચે માનવામાં આવી રહ્યુ છે. 8 ફેબ્રુઆરી 2020ના રોજ થયેલ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શાનદાર જીત મેળવતા 70માંથી 62 સીટો પર જીત મેળવી હતી. ભાજપાને 8 સીટો પર જીત મળી જ્યારે કે કોંગ્રેસનુ ખાતુ પણ ખુલ્યુ નહોતુ. 

સંબંધિત સમાચાર

Next Article