Gujarat Weather - વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાત ઠંડીનું જોર વધશે, ડિસેમ્બરના અંતમાં માવઠું થવાની શક્યતા

Webdunia
બુધવાર, 11 ડિસેમ્બર 2024 (08:50 IST)
રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યાર આગામી દિવસોમાં હજુ વધારે ઠંડી અનુભવાશે, 11 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી છે. તેમજ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં હળવું માવઠું થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.
 
નલિયા સૌથી ઠંડુ શહેર
રાજ્યમાં 6.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં 10.1 ડિગ્રી જ્યારે વડોદરામાં 10.2 ડિગ્રી તાપમાન, ડીસામાં 10.3 ડિગ્રી તાપમાન, કંડલા એરપોર્ટનું તાપમાન 10.2 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ભુજમાં 11.4 ડિગ્રી, અમદાવાદમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઠુંઠવાયા હતા

સંબંધિત સમાચાર

Next Article