અસમમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન(એનઆરસી)નો બીજો ડ્રાફ્ટ સામે આવ્યા પછી ભારતીય રાજકારણ ગરમાય રહ્યુ છે. આ લિસ્ટમાં 40 લાખ લોકોને ગેરકાયદેસર ઠેરવ્યા છે. જેમા મોટાભાગના બાંગ્લાદેશી બતાવવામાં આવી રહ્યા છે. જ્યા સરકારે તેના પર પોતાનુ કડક વલણ અપનાવતા કહ્યુ છે કે ફક્ત ભારતીય નાગરિકોને જ દેશમાં રહેવાનો અધિકાર મળશે. અહી કોઈ ગેરકાદેસર રીતે રહી શકતુ નથી. બીજી બાજુ આ મુદ્દા પર બાંગ્લાદેશે પહેલીવાર પોતાનુ નિવેદન આપ્યુ છે.
બાંગ્લાદેશના સૂચના પ્રસારણ મંત્રી હસન ઉલ હક ઈનુનું કહેવું છે કે, આ ભારતની આંતરીક બાબત છે. તેનાથી અમારી કોઈ જ લેવા દેવા નથી. આસામમાં કોઈ પણ બાંગ્લાદેશી ઘુષણખોર નથી, જે લોકો ત્યાં રહી રહ્યાં છે તે ઘણા સમયથી રહી રહ્યાં છે.
તેમણે કહ્યું હતું કે, આ મુદ્દો ભારત સરકારનો છે, તે જ તેનો ઉકેલ લાવે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, ગેરકાયદેસર રીતે રહી રહીલા શરણાર્થીઓનો વિરોધ કરી રહ્યાં છે, જે રોહિંગ્યા અમારા દેશમાં પણ ગેરકાયદેસર રૂપે વસવાટ કરી રહ્યાં છે તેમને પણ પરત મોકલીશું.
ઉલ્લેખનીય છે એક સોમવારે એનઆરસીનો બીજો ડ્રાફ્ટ રજુ થયા પછી તેના પર રાજકારણ ગરમાય રહ્યુ છે સંસદના બંને સદનમાં આ મામલાને લઈને વિપક્ષે સરકારને આડે હાથ લીધા છે. હંગામો વધતા બંને સદનને સ્થગિત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટનુ કહેવુ છે કે મસૌદાના આધાર પર કોઈ વિરુદ્ધ કાર્યવાહી નથી કરી શકાતી.