અસમમાં 40 લાખ લોકો ભારતના નાગરિક નહી, એનઆરસીની બીજી લિસ્ટ રજુ

સોમવાર, 30 જુલાઈ 2018 (10:32 IST)
અસમમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીજન(NRC) નો બીજો ડ્રાફ્ટ રજુ થઈ ગયો છે. અસમમાં 40 લાખ લોકો ને નાગરિકતામળી નથી. એનઆરસી મુજબ કુલ 2 કરોડ 89 લાખ 83 હજાર 668 લોકો ભારતના નાગરિક છે. ઉલ્લેખનીય છે કે અસમની કુલ જનસંખ્યા 3 કરોડ 29 લાખ છે. આ 40 લાખ લોકોને પોતાની નાગરિકતા સાબિત કરવાનો એક તક મળશે.  એનઆરસીની પ્રથમ લિસ્ટ 31 ડિસેમ્બર 2017ના રોજ રજુ થઈ હતી. પહેલી લિસ્ટમાં અસમની 3.29 કરોડની વસ્તીમાંથી 1.90 કરોડ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.  એનઆરસીમાં એ બધા ભારતીય નાગરિકો કે પરિવારને સામેલ કરવામાં આવ્યા છે જે 25 માર્ચ 1971ના પહેલાથી અસમમાં રહે છે. 
 
કેવી રીતે જોઈ શકો છો લિસ્ટમા તમારુ નામ ?
 
જેને પણ પોતાનું એનઆરસીમાં ચેક કરવુ છે તે 30 જુલાઈથી 28 સપ્ટેમ્બર સુધી એનઆરસી સેવા કેન્દ્ર જઈને સવારે દસ વાગ્યાથી ચાર વાગ્યા સુધી જોઈ શક છે. આ સાથે જ 24x7ની ટોલ ફ્રી નંબર (અસમથી 15107, અસમના બહારથી 18003453762 ) પર ફોન કરી પોતાનુ નામ ચેક કરી શકે છે. આ સાથે જ એનઆરસીની વેબસાઈટ પર પણ લિસ્ટ ચેક કરી શકાય છે. 
 
જેનુ નામ લિસ્ટમાં નથી તેઓ શુ કરે ?
 
જે લોકોનુ નામ પ્રથમ લિસ્ટમાં નથી આવ્યુ તેઓ ચિંતામાં છે. હાલ આ વાત પણ સ્પષ્ટ નથી કે જેમનુ નામ એનઆરસીમાં નહી હોય તેમનુ શુ થશે ? જો કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધી આ વિશ્વાસ અપાવી ચુક્યા છે કે જેમનુ નામ બીજી લિસ્ટમાં નહી હોય તેમને વિદેશી માનવામાં આવશે.  આવા લોકોને આપત્તિ અને ફરિયાદ નોંધાવવાની તક મળશે.  મુખ્યમંત્રીએ અધિકારીઓને આદેશ આપ્યો છેકે તેઓ એનઆરસી ખરડો યાદી પર આધારિત કોઈ મામલાને વિદેશ ન્યાયાધિકરણને ન મોકલે. 
 
એનઆરસી સાથે જોડાયેલ મોટા અધિકારીએ જણાવ્યુ કે ડ્રાફ્ટમાં જેમનુ નામ ઉપલબ્ધ નથી તેમની પાસે દાવા અને ફરિયાદો લઈને આવવાની પર્યાપ્ત તક રહેશે.  જો વાસ્તવિક નાગરિકોના નામ દસ્તાવેજમાં હાજર નથી તો તેઓ ગભરાય નહી. આવી મહિલા કે પુરૂષને એક ફોર્મ ભરવાનુ રહેશે.  આ ફોર્મ 7 ઓગસ્ટ થી 28 સપ્ટેમ્બર સુધી મળશે.  આ ફોર્મ દ્વારા તેઓ સંબંધિત અધિકારીઓને પૂછી શકે છે કે તેમનુ ન આમ લિસ્ટમાં ન હોવાનુ શુ કારણ છે.  ત્યારબાદ બીજુ ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજ સાથે ભરતની નાગરિકતા સાબિત કરવા માટે પોતાનો દાવો રજુ કરી શકે છે.  આ ફોર્મ 30 ઓગસ્ટથી 28 સપ્ટેમ્બર સુધી મળશે. 
 
શુ છે એનઆરસીનો પુરો મામલો ?

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર