ભારે ખેંચતાણ બાદ ખાતા ફાળવાયા : નિતીન પટેલ પાસેથી શહેરી વિકાસ, નાણાં વિભાગ છીનવાયો

શુક્રવાર, 29 ડિસેમ્બર 2017 (11:14 IST)
શપથવિધીના ત્રણ દિવસની અસમંજસની પરિસ્થિતી વચ્ચે આખરે મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. ગુરૃવારે મોડી રાત્રે ભાજપ સરકારની પ્રથમ કેબિનેટની બેઠક મળી હતી જેમાં ખાતાઓ ફાળવાયા હતાં. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને ફરી એકવાર કદ પ્રમાણે વેતરી દેવાયા હતાં. તેમની પાસેથી શહેરી વિકાસ અને નાણાં વિભાગ છિનવી લેવાયા છે. ખુદ વિજય રૃપાણીએ જ શહેરી વિકાસની જવાબદારી લીધી છે. જયારે નાણાં વિભાગ નિતિન પટેલ પાસેથી લઇને સૌરભ પટેલને અપાયુ છે.

તેમને ઉર્જીવિભાગ પણ સોપાયુ છે. સૌરભ પટેલની ઉદ્યોગ ખાતુ મળે તેવી ઇચ્છા મનની મનમાં જ રહી ગઇ છે. ઉદ્યોગવિભાગ પણ રૃપાણીએ પોતાની પાસે રાખ્યુ છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પાસે શિક્ષણ વિભાગ યથાવત રહ્યું છે પણ મહેસૂલ ખાતુ પરત લઇ લેવાયુ છે. તેમને ગૌ સંવર્ધન, નાગરિક ઉડયનની વધારાની જવાબદારી અપાઇ છે. મહેસૂલ વિભાગની જવાબદારી કૌશિક પટેલને સુપરત કરવામાં આવી છે. દિલિપ ઠાકોર,જયેશ રાદડિયા,પ્રદિપસિંહ જાડેજા, પુરષોત્તમ સોલંકી ગત વખતે પણ મંત્રીમંડળમાં હતાં પરિણામે તેમના ખાતા આ વખતે ય યથાવત રાખવામાં આવ્યાં છે. જોકે, બચુ ખાબડને ગૃહનિર્માણ,ગ્રામવિકાસની વધારાની જવાબદારી અપાઇ છે. જયદ્રથસિંહ પરમાર પાસેથી માર્ગ મકાન વિભાગ પરત લઇને કૃષિ અને પર્યાવરણ ખાતુ સોંપવામાં આવ્યુ છે. ગણપત વસાવાને પણ મહિલા બાળ કલ્યાણ વિભાગની વધારાની કામગીરી સોંપાઇ છે. 

વિજય રૃપાણી : સામાન્ય વહિવટ, ઉદ્યોગ, ગૃહ, શહેરી વિકાસ, બંદરો, ખાણ ખનીજ, માહિતી પ્રસારણ, પેટ્રોલિયમ્, ક્લાઇમેટ ચેન્જ, પ્લાનિંગ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, તમામ નીતિઓ અને કોઇ મંત્રીઓને નહીં ફાળવાયેલ તેવી તમામ બાબત. 
નિતીન પટેલ : માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર, કલ્યાણ, તબીબી શિક્ષણ, નર્મદા, કલ્પસર, પાટનગર યોજના. 
આર.સી. ફળદુ : કૃષિ, ગ્રામ વિકાસ, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, વાહનવ્યવહાર. 
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા : શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ), ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, કાયદો અને ન્યાય તંત્ર, વૈદ્યાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ, ગૌ સંવર્ધન, નાગરિક ઉડ્ડયન. 
કૌશીક જે. પટેલ : મહેસૂલ.
 સૌરભ પટેલ : નાણા, ઉર્જા.
 ગણપત વસાવા : આદિવાસી વિકાસ, પ્રવાસન, વન, મહિલા અને બાળ કલ્યાણ. 
જયેશ રાદડિયા : અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત, કુટીર ઉદ્યોગ, છાપ કામ અને લેખન સામગ્રી. 
દિલીપ ઠાકોર : શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ.
 ઇશ્વર પરમાર : સામાજીક ન્યાય અને અધિકારીતા (અનુસૂચિત જાતિ કલ્યાણ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત). 
પ્રદીપસિંહ જાડેજા : ગૃહ, ઉર્જા, વૈદ્યાનિક અને સંસદીય બાબત, કાયદો, ન્યાયતંત્ર (રાજ્યકક્ષા), પોલીસ હાઉસિંગ, બોર્ડર સિક્યુરિટી, સિવીલ ડિફેન્સ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી આબકારી, સ્વચ્છીક સંસ્થાઓનું સંકલન, બિનનિવાસી ગુજરાત પ્રભાગ પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો). 
પરબત પટેલ : સિંચાઇ, પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો).
 પરષોત્તમ સોલંકી : મત્સ્ય ઉદ્યોગ. 
બચુ ખાબડ : ગ્રામગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન, ગૌસંવર્ધન. 
જયદ્રથસિંહ પરમાર : કૃષિ વિભાગ (રાજ્ય કક્ષા), પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો). 
ઇશ્વરસિંહ પટેલ : સહકાર, રમત-ગમત યુવક સાંસ્કૃતિક વિભાગ (સ્વતંત્ર હવાલો), વાહન વ્યવહાર (રાજ્યકક્ષા).
 વાસણ આહિર : સામાજીક, શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ. 
વિભાવરી દવે : મહિલા બાળ કલ્યાણ વિભાગ (પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ ) અને યાત્રાધામ 
રમણ પાટકર : વન અને આદિજાતી વિભાગ.
 કિશોર કાનાણી (કુમાર) : આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર