Amarnath Yatra: અમરનાથ યાત્રીઓથી ભરેલી બસનુ બ્રેક ફેલ થયુ લોકોને લગાવી કૂંદી ગયા જુઓ વીડિયો

Webdunia
બુધવાર, 3 જુલાઈ 2024 (11:01 IST)
Amarnath Yatra:મંગળવારે અમરનાથ યાત્રીઓથી ભરેલી બસ સાથે અકસ્માત સર્જાયો હતો. એકમાત્ર સારી વાત એ છે કે આમાં કોઈનું મૃત્યુ થયું નથી. મંગળવારે બપોરે અમરનાથ દર્શન કરીને પંજાબ પરત ફરી રહેલા મુસાફરોની બસની બ્રેક રામબન નજીક ફેલ થઈ ગઈ હતી. 
 
ડ્રાઈવરની સમજદારીથી મોટી દુર્ઘટના થવાથી બચી ગઈ 
જમ્મૂ કશ્મીરના રામબન જીલ્લામાં અમરનાથ યાત્રાથી પરતા આવી રહ્યા તીર્થયાત્રી ચાલતી બસથી કૂંદી ઈજાગ્રસ્ત થઈ ગયા. હકીકત અચાનક બસનુ બ્રેક ફેલ થઈ ગયુ. તેના પર તરત ડ્રાઈવરને આ વાત જણાવી. પોલીસ અધિકારીઓએ જણાવ્યુ કે સુરક્ષાબળને સમાચાર મળતા જ બસને રોકી લીધુ ગયુ. 

<

Police and #IndianArmy averts a Probable Accident at Nachalana, area of Ramban district. Bus was carrying Amarnath yatra Langar staff and was not part of Shri #Amarnath yatra convey. A Punjab registration bus moving from #Srinagar carrying Amarnath yatra langar passengers and… pic.twitter.com/QglRpsLfr3

— Manish Prasad (@manishindiatv) July 2, 2024 >
 
અધિકારીઓએ જણાવ્યું કે બસમાં 40 શ્રદ્ધાળુઓ હતા જેઓ પંજાબના હોશિયારપુર પરત ફરી રહ્યા હતા. તેણે જણાવ્યું કે બનિહાલ નજીક નચલાના પહોંચ્યા પછી બ્રેક ફેલ થવાને કારણે ડ્રાઈવર વાહન રોકી શક્યો નહીં. ડ્રાઈવરે બસમાં સવાર મુસાફરોને આ વાત કહેતા જ બસમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘણા લોકો ઉતાવળે ચાલતી બસમાંથી કૂદી પડ્યા. જેના કારણે ત્રણ મહિલાઓ અને એક બાળક સહિત ઓછામાં ઓછા 10 યાત્રાળુઓ ઘાયલ થયા હતા.

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

Next Article