Gully Boy Movie Review: ખૂબ જ હાર્ડ છે રણવીર સિંહ-આલિયા ભટ્ટની સ્ટોરી

Webdunia
ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (16:54 IST)
કલાકાર - રણવીર સિંહ, આલિયા ભટ્ટ, કલ્કિ કોચલીન, વિજય રાજ 
નિર્દેશક - જોયા અખ્તર 
મૂવી ટાઈપ - Drama,Biography,Musical
 
સ્ટાર - 3 
 
જોયા અખતરની ફિલ્મ ગલી બોય રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ રજુ થતા પહેલા જ ચર્ચામાં છવાય ગઈ છે. ફિલ્મના ગીત પહેલા જ ફેંસના મોઢે ચઢી ચુક્યા છે. આ ફિલ્મમાં પહેલીવાર બોલીવુડ એક્ટર રણવીરને એક રૈપરના રૂપમાં જોવામાં આવ્યો.  બીજી બાજુ એકવાર ફરી આલિયા ભટ્ટે સાબિત કરી દીધુ છે કે એક્ટિંગમાં તેનો કોઈ  મુકાબલો નથી કરી શકતુ. આ ફિલ્મને જો એક જ લાઈનમાં સમજાવી છે તો બતાવી દઈએ કે આ હાર્ડ છે.  ઉલ્લેખનીય છે કે જોયા અખ્તરની આ ફિલ્મને ફૈસનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. જોયા આ પહેલા જીદગી ના મિલેગી દોબારા અને દિલ ધડકને દો જેવી મોટી ફિલ્મોનુ નિર્દેશન કરી ચુકી છે. તેથી તેની આ ફિલ્મથી પણ દર્શકોને ખૂબ આશા છે.  જોયા અખ્તરે આ ફિલ્મના માધ્યમથી એ લોકોને પ્રેરિત કરવા માંગ્યા છે જે પોતાના સપનાને પૂરા કરવા માટે રોજ ખૂબ મહેનત કરે છે . ભલે તમે આ પહેલા અનેક ફિલ્મોમાં ગલી બૉયની મુખ્ય સ્ટોરી જોઈ ચુક્યા છો પણ આ ફિલ્મ તમને ઈમ્ર્પેસ કરી જશે. 
સ્ટોરી 
 
ગલી બોય ની સ્ટોરી ખૂબ જ સિંપલ રીતે લખવામાં આવી છે. ફિલ્મની સ્ટોરી મુંબઈની ગલીઓમાં પોતાનુ ટેલેંટને શોધવા માટે બે રૈપર્સ ડિવાઈન્ન (Divine) અને નેજી (Naezy)મી સ્ટોરીની આસપાસ ફરે છે.  ફિલ્મની સાધારણ જેવી સ્ટોરીને જોયા અખ્તરે જે રીતે અસાધારણ બનવી છે તે વખાણવા લાયક છે. ફિલ્મમાં મુરાદ (રણવીર સિંહ)ની સંઘર્ષ ભરી સ્ટોરી જોઈને તમારુ દિલ પણ રૂંધાઈ જશે.   પણ તમે જ્યારે સ્ટોરીની અંદર જશો તો તમારુ દિલ પ્રેરણાઓની લહેરમાં ગોતા ખાતુ જોવા મળશે.  મુરાદ એક ખૂબ જ ગરીબ પરિવારનો હોય છે.   પોતાના સપના પુરા કરવાની કોશિશમાં લાગેલો મુરાદ હવે ગલી બોયના નામથી ઓળખાય છે. પછી સ્ટોરીમાં સ્કાય (કલ્કિ કોચલિન) ની એટ્રી થાય છે. સ્કાઈ ફોરેનના એક કોલેજથી મ્યુઝિકનો અભ્યાસ કરી રહી હોય છે.  એ ગલી બોય અને શેરા સાથે રૈપ વીડિયોઝ બનાવે છે.  તેની આગળ ગલી બોયને કેવી સફળતા મળે છે એ જાણવા માટે તમારે આ ફિલ્મને જોવી જરૂરી છે. 
એક્ટિંગ 
 
ફિલ્મમાં રણવીર સિંહની એક્ટિંગ જોઈને તમે રોમાચિંત થઈ જશો અને કહેશો કે મુદારના રોલમાં રણવીર જ ફિટ છે.  બીજી બાજુ આલિયા ભટ્ટની એક્ટિંગ પણ વખાણવા લાયક છે.  સફીનાના રોલમાં આલિયાએ એ સાબિત કરી દીધુ છે કે ભલે જ સ્ટોરી સિંપલ કેમ ન હોય પણ અભિનયથી ફિલ્મની કાયા બદલી શકાય છે. 
 
આલિયા ભટ્ટે પણ રણવીરનો સાથ સારી રીતે ભજવ્યો છે. તેમની ડાયલોગ ડિલીવરી ઑડિયંસને ખૂબ સારી લાગશે. સાથે જ આ ફિલ્મમાં તેમના એક્સપ્રેશન્સ પણ ખૂબ  દમદાર છે.  કલ્કિ કોચલિને પણ પોતાના પાત્ર સાથે પુરો ન્યાય કર્યો છે. સિદ્ધાત ચતુર્વેદી આ ફિલ્મના સરપ્રાઈઝ પેકેજ છે.  ફિલ્મ ગલી બૉય દ્વારા સિદ્ધાંતે પોતાના કેરિયરની શાનદાર શરૂઆત કરી. છે. 

સંબંધિત સમાચાર

Next Article