DRDO recruitment 2022 : DRDOમાં એન્જીનીયરોની ભરતી

Webdunia
સોમવાર, 24 જાન્યુઆરી 2022 (21:39 IST)
DRDO recruitment 2022 : ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (Defence Research and Development Organisation) દ્વારા વિવિધ પોસ્ટ્ માટે ખાલી જગ્યા જાહેર કરવામાં આવી છે. બેંગલુરુમાં યંગ સાયન્ટિસ્ટ લેબોરેટરી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ખાતે જુનિયર રિસર્ચ ફેલોની ખાલી જગ્યાઓ 
 
હાથ ધરવામાં આવી રહી છે. તેમજ એન્જીનિયરો માટે DRDO ભરતી 2022 માટેની ઑનલાઇન અરજીની તારીખ લંબાવવામાં આવી છે.
 
DRDO યંગ સાયન્ટિસ્ટ લેબોરેટરી દેશની વિવિધ અગ્રણી સંસ્થાઓ જેમ કે IITs, IIITs અને IISc બેંગ્લોર સાથે જોડાણ ધરાવે છે. જે ઉમેદવારોની પસંદગી 2 વર્ષના 
 
સમય માટે કરવામાં આવશે. પ્રોજેક્ટની જરૂરિયાત અને ઉમેદવારની કામગીરીનાં આધાર પર ફેલોશિપનાં સમયને વધારવામાં આવી શકે છે. પસંદ કરાયેલા લોકોને દર મહિને 
 
31,000 રૂપિયા સુધીનો માસિક પગાર ચૂકવાશે.
 
DRDO ભરતી 2022 માટેની યોગ્યતા
આ જગ્યાઓ માટે ઉમેદવારે AICTE માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાંથી કમ્પ્યુટર સાયન્સ એન્જીનિયરિંગમાં બીઇ અથવા બીટેકમાં પ્રથમ ગ્રેડ હોવો જરુરી છે.
- ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં BE અથવા BTech ડિગ્રી ધરાવતા ઉમેદવારો હોવા જોઇએ અથવા કોઇ માન્ય UGC NET GATE સ્કોર સાથેની 
 
યુનિવર્સિટીઓમાં અથવા અનુસ્નાતક વ્યાવસાયિક ડિગ્રી ધરાવતા ઉમેદવારો જેમ કે, કમ્પ્યુટર સાયન્સ, કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી, ઇલેક્ટ્રિકલ 
 
એન્જિનિયરિંગ, અથવા ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં પ્રથમ વિભાગમાં ME અથવા MTech બંનેમાં સ્નાતક હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે.
 
અરજી મોકલવાનું સરનામું રસ ધરાવતા અને લાયક અરજદારોએ અરજી ફોર્મ સાથે સ્કેન કરેલા દસ્તાવેજો DYSL – AI બેંગલુરુ ઑફિસને પોસ્ટ દ્વારા અથવા 
 
contactus.dyslai@gmail.com પર મેઇલ કરી શકો છો. 
 
અરજી કરવાની ફી નિશુલ્ક
અરજી કરવાની અંતિમ તારીખ 31-1-2022
 
DRDO recruitment 2022  વય મર્યાદા
ઉમેદવારોની વય મર્યાદા 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો કે, વય મર્યાદામાં SC અને ST માટે 5 વર્ષ અને OBC ઉમેદવારો માટે 3 વર્ષ સુધીની છૂટછાટ છે.
 
અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2022 સુધીની છે.
 
-અરજદારો ઓછામાં ઓછા એક પ્રોગ્રામિંગ ભાષામાં નિષ્ણાત હોવા જોઈએ, જેમ કે પાયથન અથવા જાવા( python or Java)
- ઉમેદવારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એલ્ગોરિધમ્સ, મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ ટેકનિકનું જ્ઞાન હોવું ઇચ્છનીય છે.
- PyTorch, Tensorflow, Keras, TensorRT, વગેરે જેવી સૉફ્ટવેર લાઇબ્રેરીઓ સાથેનો અનુભવ હોવો જરુરી છે.
 
પોસ્ટ દ્વારા અરજીઓ મોકલનારા ઉમેદવારોએ પોસ્ટનાં કવર ટોચ પર બોલ્ડમાં " “Application for JRF Recruitment” " લખવાની રહેશે. જે ઉમેદવારો આ વેકેન્સી વિશેની વધુ માહિતી મેળવવા માંગતા હોય તે વેબસાઇટ પર જઇને માહિતી મેળવી શકે છે.

સંબંધિત સમાચાર

Next Article