-ટીમનો યુવા ખેલાડી ઈજાના કારણે આ સિઝનમાં રમતા જોવા મળશે નહીં
-155ની ઝડપે બોલિંગ કરનાર મયંક
IPL 2024 વચ્ચે ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ સિઝનનો સૌથી ઝડપી બોલર ઈજાના કારણે બહાર છે. આ બોલર હાલમાં જ આ સિઝનમાં બીજી વખત ઈજાગ્રસ્ત થયો હતો.
IPL 2024ની સૌથી મોટી શોધ કરનાર તોફાની બોલર મયંક યાદવ આ T20 લીગમાંથી બહાર છે. મયંક હવે IPLની બાકીની મેચોમાં રમી શકશે નહીં. લખનૌ સુપર જાયન્ટ્સના મુખ્ય કોચ જસ્ટિન લેંગરે મયંક યાદવને બાકાત રાખવાની પુષ્ટિ કરી છે.
આ ટીમનો યુવા ખેલાડી ઈજાના કારણે આ સિઝનમાં રમતા જોવા મળશે નહીં. આ ખેલાડી આ સિઝનમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી બોલર છે. પરંતુ એક મહિનામાં બે વખત ઈજાના કારણે આ ખેલાડીને એક્શનથી દૂર રહેવું પડ્યું હતું.
આ વખતે IPLમાં 155ની ઝડપે બોલિંગ કરનાર મયંક બે મેચમાં ચાર ઓવરનો ક્વોટા પણ પૂરો કરી શક્યો નથી. લેંગરે કહ્યું, 'મયંકનું સ્કેન કરવામાં આવ્યું છે. તેને તે જ જગ્યાએ ઈજા થઈ હતી જ્યાં તેને અગાઉ ઈજા થઈ હતી. આ દુર્ભાગ્યપૂર્ણ છે, તેણે બુમરાહ સાથે પણ વાત કરી જેણે તેને સમજાવ્યું કે ઇજાઓ ઝડપી બોલરની કારકિર્દીનો એક ભાગ છે.