ચેન્નઈ સુપર કિંગ્સે RCBને 6 વિકેટથી હરાવ્યું, જીતી સિઝનની પ્રથમ મેચ

Webdunia
શનિવાર, 23 માર્ચ 2024 (00:10 IST)
Chennai Super Kings vs Royal Challengers Bengaluru
IPL 2024 ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. CSKની જીત સાથે, RCB માટે તેમની રાહ ચાલુ છે. તમને જણાવી દઈએ કે 2008 થી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ને ક્યારેય હરાવ્યું નથી. આ મેચમાં RCBએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 173 રન બનાવ્યા હતા. જ્યારે CSKએ 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 176 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
 
RCB સામે CSK ચેપોકમાં અપરાજિત
CSKએ આજે RCB સામે ચેપોક સ્ટેડિયમમાં વધુ એક મેચ જીતી લીધી હતી. આ સાથે જ CSK RCB સામે આ સ્ટેડિયમમાં સતત 16મા વર્ષે અપરાજિત રહી છે. બેંગલુરુએ ચેન્નઈને અહીં છેલ્લે 2008માં હરાવ્યું હતું.
 
CSKએ  મેચ જીતી 
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે આઈપીએલની પ્રથમ મેચ ખૂબ જ સરળતાથી જીતી લીધી છે. તેણે આ મેચ 6 વિકેટથી જીતી લીધી હતી. આ જીત સાથે CSKએ સિઝનની શાનદાર શરૂઆત કરી છે. આ મેચમાં ટીમ નવા કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ સાથે મેદાનમાં ઉતરી હતી.
 
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આરસીબીની શરૂઆત સારી રહી હતી અને કેપ્ટન ડુ પ્લેસીસ સાથે વિરાટ કોહલીએ પ્રથમ વિકેટ માટે 41 રન જોડ્યા હતા. ડુપ્લેસિસે ખૂબ જ સારી બેટિંગ કરી અને 35 રનની ઈનિંગમાં આઠ ચોગ્ગા ફટકાર્યા. મુસ્તાફિઝુર રહેમાને એક જ ઓવરમાં ડુ પ્લેસિસ અને રજત પાટીદાર (0)ને આઉટ કર્યા હતા.
 

સંબંધિત સમાચાર

Next Article