RCB Vs GG WPL 2024: ગુજરાત જાયન્ટ્સે નોંધાવી પહેલી જીત, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 19 રને હરાવ્યું

બુધવાર, 6 માર્ચ 2024 (23:10 IST)
RCB vs GG

 
કેપ્ટન બેથ મૂની અને લૌરા વોલવર્ટની અડધી સદી બાદ, બોલરોની સટિક બોલિંગના દમ પર ગુજરાત જાયન્ટ્સે બુધવારે મહિલા પ્રીમિયર લીગ (RCB vs GG WPL 2024) T20 ટૂર્નામેન્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 19 રનથી હરાવ્યું. ગુજરાતે  અહીંના અરુણ જેટલી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા પાંચ વિકેટે 199 રન બનાવ્યા હતા અને ત્યારપછી બેંગલોરને 20 ઓવરમાં 8 વિકેટે 180 રન પર રોકી દીધું.
 
બેંગ્લોર તરફથી જ્યોર્જિયા વેરહેમે 22 બોલમાં 48 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. તેમના સિવાય રિચા ઘોષે 30, કેપ્ટન સ્મૃતિ મંધાના અને એલિસા પેરીએ 24-24 જ્યારે સોફી ડિવાઈને 23 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી એશ્લે ગાર્ડનર સૌથી સફળ બોલર રહ્યો હતો જેણે બે વિકેટ ઝડપી હતી. સતત ચાર હાર બાદ પાંચ મેચમાં ગુજરાત જાયન્ટ્સની આ પ્રથમ જીત છે. આ સાથે જ બેંગલોરને છ મેચમાં ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે.
 
આ પહેલા  મૂનીએ  51 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 85 રનની અણનમ ઇનિંગ રમવા ઉપરાંત લૌરા (45 બોલમાં 76 રન, 13 ચોગ્ગા) સાથે પ્રથમ વિકેટ માટે 140 રનની ભાગીદારી પણ કરી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલરોને વિકેટ માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. સોફી મોલિનાઉ (32 રનમાં એક વિકેટ) અને જ્યોર્જિયા વેરહેમ (36 રનમાં એક વિકેટ) સિવાય તેમના કોઈપણ બોલરને વિકેટ મળી નહોતી. ગુજરાતના ત્રણ બેટ્સમેન રન આઉટ થયા હતા

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર