ઘણી વાર મહિલાઓની ફરિયાદ હોય છે કે વરસાદની ઋતુમાં ડિબ્બામાં રાખેલા રાખેલા નાશ્તા અને ચવાણુ ભેજના કારણે નરમ પડી જાય છે. જો તમારી સાથે પણ આ સમસ્યા છે તો ચિંતા મૂકી આ ટીપ્સ અને ટ્રીક્સ અજમાવો. તમે ચોમાસામાં કોઈપણ નાસ્તાને બગડવાથી બચાવી શકો છો. અવો જાણીએ આખરે શું છે આ સરળ કિચન ટીપ્સ
ભેજવાળી જગ્યાથી દૂર રાખો
ઘણીવાર ભેજ વાળી જગ્યા પર નમકીન રાખવાથી તેમાં ફૂફ લાગી જાય છે. તેથી તેને ખરાબ થવાથી બચાવવા માટે તેને એવી જગ્યા પર રાખો જ્યાં નાશ્તાને હવા ના લાગે. તે સિવાય નાશ્તાના ડિબ્બાને જમીન પર રાખવાની જગ્યા કિચન કેબિન કે બારીની પાસે રાખો. વરસાદના મૌસમમા સ્નેક્સ મોટા ભાગે ભેજના કારણે ખરાવ થઈ જાય છે.
પ્લાસ્ટિક બરણીનો ન કરવુ ઉપયોગ
વરસાદની ઋતુમાં, નમકીનને કાચની બરણીમાં રાખો પ્લાસ્ટિકના ડબ્બામાં નહીં. પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખવાથી તે ઝડપથી બગડી શકે છે, પરંતુ તે કાચની બરણીમાં સુરક્ષિત રહેશે.
તડકાથી બચાવો
ઘણીવાર તમે સાંભળ્યું હશે કે મસાલા, કઠોળ, ચોખા કે લોટને તડકામાં રાખવાથી સારું થઈ જાય છે. પણ નાશ્તા કે ચવાણુંની સાથે આવુ નથી. તેને તડકામાં રાખવાથી તે સારું નથી પણ ખરાબ થઈ જાય છે. તડકા અને હવા નાશ્તાને બગાડવા માટે પૂરતું છે
આ ટીપ્સ પણ છે
-જારમાંથી નાશ્તા કાઢ્યા પછી તેને સારી રીતે બંદ કરો.
- એક જ જારમાં મિક્સ નમકીનને રાખવાને બદલે, એક જારમાં એક જ પ્રકારનો નમકીન રાખવું.
- કાચની બરણીમાં રાખો પ્લાસ્ટિકની નહીં. વરસાદની ઋતુમાં નાશ્તો લાંબા સમય સુધી સારું રહે છે.