Monsoon Recipes: ચોમાસામાં ભજીયા કે પકોડાને બદલે ટ્રાય કરો આ રેસીપી, એકવાર ખાધા પછી ખાશો વારંવાર

બુધવાર, 12 જુલાઈ 2023 (14:28 IST)
monsoon recipe
વરસાદની ઋતુમાં ગરમાગરમ પકોડા ખાવાની ઈચ્છા ખૂબ થાય છે. પણ હંમેશ્સા પકોડ જ કેમ ? તમે ચાહો તો કંઈક નવુ ટ્રાય કરી શકો છો. તેનાથી તમે નવુ બનાવતા પણ શીખશો અને આ ટેસ્ટી રેસીપી સૌને ભાવશે પણ ખરી.  આ રેસીપી બનાવવામાં સહેલી છે અને સ્વાદિષ્ટ પણ છે.  
 
મેગી પકોડા - જો તમને પકોડા ખૂબ જ ભાવે છે તો મેગી પકોડા ટ્રાય કરો. તેનાથી તમને કંઈક નવુ ખાવા મળશે અને તમને આ ભાવશે પણ.  આવો જાણીએ તેને બનાવવા માટે શુ શુ સામગ્રીની જરૂર પડશે. 
 
 સામગ્રી - મેગી 
 
કોબી (છીણેલી)
ડુંગળી (ઝીણી સમારેલી ડુંગળી)
કેપ્સીકમ
લીલા મરચાં (બારીક સમારેલા)
આદુ અને લસણની પેસ્ટ
ચણા નો લોટ
લોટ
તેલ
મીઠું
 
બનાવવાની રીત - સૌ પહેલા અડધી વાટકી લોટમાં પાણી નાખો અને તેનુ સાધારણ પાતળુ ખીરુ બનાવી લો. સૌ પહેલા મેગીને બાફી લો. પણ તેને વધુ ન પકવશો. બાફ્યા પછી તેને ચાયણીમાં પાણી નિતરવા મુકી દો અને તેના ઠંડા થવાની રાહ જુઓ.  ત્યારબાદ તેને છીણેલી કોબીજ, ઝીણી સમારેલી ડુંગળી, શિમલા મરચા, લીલા મરચા, આદુ અને લસણની પેસ્ટ અને મેગી મસાલાની સાથે સારી રીતે મિક્સ કરી દો. પછી બેસન અને મીઠુ નાખો અને સારી રીતે મિક્સ કરો. આ બધુ સારી રીતે મિક્સ કરીને તેના નાના નાના ગોળા બનાવી લો અને તે બધાને લોટ અને પાણીથી બનાવેલ ખીરામાં ડુબાડો. તમે લોટમાં ડુબાડ્યા વગર ગોળા બનાવીને ડાયરેક્ટ પણ તળી શકો છો હવે તેને તેલ ગરમ થયા પછી એક એક કરીને નાખતા જાવ અને તળાય બાદ તેને બહાર કાઢી લો. તમારા મૈગી પકોડા તૈયાર છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર