Gujarati Cool Recipe - ગરમીમા મજેદાર લાગશે વેજિટેબલ રાયતા

Webdunia
સોમવાર, 11 એપ્રિલ 2022 (15:15 IST)
વેજીટેબલ રાયતામાં ડુંગળી, શિમલા મરચુ અને ટામેટા નાખવામાં આવે છે. તમે ચાહો તો તેમા તમારી પસંદગીના શાક પણ નાખી શકો છો.  chilled vegetable raita બનાવવા માટે ઠંડા દહીનો ઉપયોગ કરવો જોઈએ. 
જરૂરી સામગ્રી - એક કપ દહી, 1 ટી સ્પૂન જીરા પાવડર, 1/2 ટી સ્પૂન લાલ મરચુ પાવડર, 1/4 ટીસ્પૂન કાળા મરી પાવડર. 1 ડુંગળી ઝીણી સમારી લો.  1 ટામેટુ ઝીણુ સમારી લો. 1 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી શિમલા મરચુ, 3 ટેબલસ્પૂન કાકડી ઝીણી સમારેલી, 1 ટી સ્પૂન ઝીણી સમારેલા ફુદીના પાન, 1 ટીસ્પૂન ઝીણા સમારેલા ધાણા, 2 લીલા મરચા ઝીણા સમારી લો. 
મીઠુ સ્વાદ મુજબ 
બનાવવાની રીત - વેજીટેબલ રાયતા બનાવતા પહેલા દહીને 10-12 મિનિટ સુધી ફ્રીઝરમાં મુકી દો. 
- ત્યારબાદ એક મોટા વાસણમાં દહી લઈને સારી રીતે ફેંટી લો. 
- ધ્યાન રાખો કે દહીમાં એક પણ ગાંઠ ન રહેવી જોઈએ. 
- ત્યારબાદ દહીમાં જીરા પાવડર, સંચળ, કાળા મરીનો પાવડર, લાલ મરચાનો પાવડર અને સ્વાદમુજબ મીઠુ નાખીને સારી રીતે ફેંટી લો. 
- ત્યારબાદ દહીમાં વારેઘડીએ શાકભાજી નાખો. 
- વેજીટેબલ રાયતા માટે દહીમાં સૌથી પહેલા ડુંગળી, કાકડી અને શિમલા મરચુ નાખો. 
- પછી તેમા ટામેટા, લીલા ધાણા અને ફુદીનાના પાન નાખો અને ત્યારબાદ લીલા મરચા નાખીને સારી રીતે મિક્સ કરો. 
 chilled vegetable raita  તૈયાર છે. 
- તેને સર્વિગ બાઉલમાં નાખીને સર્વ કરો. 
- આ રાયતાને તમારા મનપસંદ પરાઠા સાથે સર્વ કરો. 
 

સંબંધિત સમાચાર

Next Article