એલોન મસ્કે કહ્યું EVM નો ઉપયોગ બંધ થવો જોઈએ, AI દ્વારા હેક થઈ શકે છે મશીન

Webdunia
રવિવાર, 16 જૂન 2024 (11:10 IST)
eliminate electronic voting machines
એલન મસ્કે ટ્વિટર પર પોસ્ટ કરતા  લખ્યું, "આપણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને ખતમ કરી દેવું જોઈએ. તેમા મનુષ્યો દ્વારા અથવા AI દ્વારા હેક થવાનું જોખમ રહેલું છે. ભલે જોખમ નાનું હોય પણ તે ઘણું વધારે છે." વિદેશી મીડિયા અનુસાર,  EVM માં ​​અનેક અનિયમિતા જોવા મળી હોવાના રીપોર્ટ સામે આવી હતી.   જો કે એક પેપર ટ્રેલ હતું  તેથી સમસ્યાની જાણ થઈ ગઈ અને મત ગણતરીમાં સુધારો કરવામાં આવ્યો હતો.
 
એલન મસ્કએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર એક પોસ્ટ શેયર કરી છે. તેમણે લખ્યું છે કે ઈવીએમનો ઉપયોગ બંધ કરવો જોઈએ. મસ્કનું માનવું છે કે મશીન હેક થઈ શકે છે. તાજેતરમાં પ્યુર્ટો રિકોમાં ચૂંટણી યોજાઈ હતી. વિદેશી મીડિયા અનુસાર, EVM માં ​​ઘણી અનિયમિતા જોવા મળી રહી હોવાના અહેવાલ હતા. જો કે એક પેપર ટ્રેલ હતું  તેથી સમસ્યાની જાણ થઈ ગઈ અને મત ગણતરીમાં સુધારો કરવામાં આવ્યો હતો.  આ બાબતે એલન મસ્કએ x પર પોસ્ટ કરીને EVM પર શંકા વ્યક્ત કરી છે.

<

We should eliminate electronic voting machines. The risk of being hacked by humans or AI, while small, is still too high. https://t.co/PHzJsoXpLh

— Elon Musk (@elonmusk) June 15, 2024 >
 
તેમણે  ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું, “આપણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને ખતમ કરી દેવી જોઈએ. તેમાં મનુષ્યો અથવા એઆઈ દ્વારા હેક થવાનું જોખમ રહેલું છે. જોખમ નાનું હોવા છતાં તે  ઘણું ઊંચું છે.  ઉલ્લેખનીય છે કે  અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટેના સ્વતંત્ર ઉમેદવાર રોબર્ટ એફ. કેનેડીએ ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી જેમાં પ્યુર્ટો રિકોની પ્રાથમિક ચૂંટણીઓને કારણે EVM વિશે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. આ પોસ્ટને લઈને મસ્કે પોતાની પોસ્ટ શેર કરી છે.
 
અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે સ્વતંત્ર ઉમેદવાર, રોબર્ટ એફ કૈનેડી એ ટ્વિટર પર એક પોસ્ટ શેયર કરતા લખ્યું છે,   "એસોસિએટેડ પ્રેસ અનુસાર, પ્યુઅર્ટો રિકોની પ્રાથમિક ચૂંટણીઓમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો સંબંધિત સેંકડો મતદાન અનિયમિતતા જોવા મળી છે," કેનેડીએ જો કે, પેપર ટ્રેલ હતી તેથી સમસ્યા ઓળખવામાં આવી હતી અને મત ગણતરીમાં સુધારો કરવામાં આવ્યો હતો.  અમેરિકન નાગરિકોને જાણવાની જરૂર છે કે તેમના દરેક મતની ગણતરી થાય છે અને તેમની ચૂંટણી હેક કરી શકાતી નથી. ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક હસ્તક્ષેપ ટાળવા માટે આપણે પેપર બેલેટ પર પાછા ફરવાની જરૂર છે.  તેનાથી આપણે    પ્રામાણિક અને નિષ્પક્ષ ચૂંટણીની ગેરન્ટી આપી શકીશું. 
 
આ દેશો પણ કરી ચુક્યા છે ઈવીએમનો ઉપયોગ 
કુલ 31 દેશોમાં ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માત્ર 4 દેશોમાં તેનો ઉપયોગ સમગ્ર દેશની ચૂંટણીમાં થાય છે. 11 દેશોમાં તેનો ઉપયોગ માત્ર અમુક ચૂંટણીઓમાં થાય છે. જ્યારે 3 દેશો જર્મની, નેધરલેન્ડ અને પોર્ટુગલે ઈવીએમનો ઉપયોગ બંધ કરી દીધો છે. જ્યારે 11 દેશોએ તેને પ્રોજેક્ટ તરીકે ચલાવ્યો હતો પરંતુ બાદમાં તેને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.

સંબંધિત સમાચાર

Next Article