કુવૈતમાં આગમાં મૃત્યુ પામેલા ભારતીયોના પરિવારોને બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત

ગુરુવાર, 13 જૂન 2024 (15:11 IST)
કુવૈતમાં લાગેલી આગમાં મૃત્યુ પામનારા ભારતીયોના પરિવારોને ભારત સરકાર બે-બે લાખ રૂપિયાની સહાય આપશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈતમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા 40 ભારતીયોની ઘટનાનો ચિતાર મેળવવા બુધવારે રાત્રે બેઠક કરી હતી.
 
વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી. કુવૈતની એક બહુમાળી ઇમારતમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા 49 લોકોમાંથી 40 લોકો ભારતીય છે.
 
સમીક્ષા બેઠકમાં જાહેર કરવામાં આવ્યું કે મૃત્યુ પામેલા ભારતીયોના પરિવારોને પીએમ રિલીફ ફંડમાંથી બે-બે લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે.
વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે કુવૈતની આગના અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે ભારત સરકાર તમામ સંભવ કોશિશ કરશે.
 
કુવૈતના દક્ષિણ અહમદ ગવર્નેટના મંગફ વિસ્તારમાં એક બહુમાળી રહેણાંક ઇમારતના નીચેના માળે આગ લાગવાને કારણે 49 લોકોનાં મૃત્યુ થયાં. તેમાંથી 40 ભારતીયો હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની પાંચ અલગ-અલગ હૉસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.
 
કુવૈતમાં લાગેલી આગની દુર્ઘટના બાદ, ભારતીય મજૂરોની મદદ માટે વિદેશ રાજયમંત્રી જશે
 
કુવૈતમાં એક બહુમાળી ઇમારતમાં આગ લાગવાની ઘટના ઘટી છે અને તેમાં 40કુવૈતમાં લાગેલી આગમાં મૃત્યુ પામનારા ભારતીયોના પરિવારોને ભારત સરકાર બે-બે લાખ રૂપિયાની સહાય આપશે
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈતમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા 40 ભારતીયોની ઘટનાનો ચિતાર મેળવવા બુધવારે રાત્રે બેઠક કરી હતી.
 
વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી. કુવૈતની એક બહુમાળી ઇમારતમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા 49 લોકોમાંથી 40 લોકો ભારતીય છે.
 
સમીક્ષા બેઠકમાં જાહેર કરવામાં આવ્યું કે મૃત્યુ પામેલા ભારતીયોના પરિવારોને પીએમ રિલીફ ફંડમાંથી બે-બે લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે.
 
વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે કુવૈતની આગના અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે ભારત સરકાર તમામ સંભવ કોશિશ કરશે.
 
કુવૈતના દક્ષિણ અહમદ ગવર્નેટના મંગફ વિસ્તારમાં એક બહુમાળી રહેણાંક ઇમારતના નીચેના માળે આગ લાગવાને કારણે 49 લોકોનાં મૃત્યુ થયાં. તેમાંથી 40 ભારતીયો હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની પાંચ અલગ-અલગ હૉસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.
 
લોકોનાં મૃત્યુ થયાં છે. મૃતકોમાં મોટા ભાગના ભારતીયો છે. આ ઘટનામાં લગભગ 50 લોકો ઘાયલ પણ થયા છે.
 
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે બીબીસીને જણાવ્યું છે કે અત્યાર સુધી 41 લોકોનાં મૃત્યુની પૃષ્ટિ કરવામાં આવી છે અને તેમાં મોટા ભાગના ભારતીયો છે. કુવૈતમાં ભારતના રાજદૂતે હૉસ્પિટલોની મુલાકાત લઈને ઘાયલોના હાલ પૂછ્યા છે.
 
અધિકારીઓએ જણાવ્યું છે કે કુવૈતના મંગાફ વિસ્તારમાં એક છ માળની ઇમારતના કિચનમાં આગની શરૂઆત થઈ હતી. એ સમયે ઇમારતમાં 160 ભારતીય મજૂરો હાજર હતા. તમામ મજૂરો એક જ કંપનીમાં કામ કરતા હતા.
 
જાસવાલે કહ્યું કે વડા પ્રધાનના આદેશ પર વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધનસિંહ કુવૈત જઈ રહ્યા છે.
 
જાયસવાલે એક્સ પર લખ્યું, “તેઓ (કીર્તિવર્ધનસિંહ) આગની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની મદદની કામગીરીની દેખરેખ કરશે. તેઓ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો જલદી સ્વદેશ પાછા લાવી શકાય તે માટે સ્થાનિક અધિકારીઓ સાથે કામ કરશે.”
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.
 
એક્સ પર તેમણે લખ્યું, “કુવૈત સિટીમાં આગની ઘટના દુખદ છે. મારી સંવેદનાઓ જે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે તેમની સાથે છે. હું પ્રાર્થના કરૂ છું કે ઇજાગ્રસ્ત થયેલા લોકો જલદી સ્વસ્થ થઈ જાય.”
 
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક્સ પર જણાવ્યું કે તેઓ આ ઘટનાની ખબરથી ખૂબ જ દુખી અને સ્તબધ છે.
 
રાહુલ ગાંધીએ એક્સ પર લખ્યું, “કુવૈત સિટીમાં આગને કારણે 40થી વધારે ભારતીયોનાં મૃત્યુની ભયાવહ ખબરથી હું સ્તબધ અને દુખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઇજાગ્રસ્ત લોકો જલદી સ્વસ્થ થાય તેવી કામના કરૂ છું.”
 
તેમણે લખ્યું, “મધ્યપૂર્વમાં આપણા મજૂરોની સ્થિતિ એ ગંભીર ચિંતાનો વિષય છે. ભારત સરકારે પોતાના સમકક્ષોની સાથે મળીને આપણા નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઇએ અને તેમનું જીવનસ્તર સમ્માનજનક રહે તે સુનિશ્ચિત કરવું જોઇએ.”
 
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા એક્સ પર જાણકારી આપી હતી કે કુવૈતમાં ભારતીય રાજદ્વારીએ હૉસ્પિટલની મુલાકાત કરીને ઇજાગ્રસ્તોના હાલચાલ પૂછ્યા હતા. તેમણે આ ઘટના મૃત્યુ પામનાર લોકોનો પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યકત કરી હતી.
 
 કુવૈતમાં ભારતીય રાજદૂત આદર્શ સ્વૈકાએ  હૉસ્પિટલમાં ઘાયલોની મુલાકાત લીઘીઇમેજ સ્રોત,@INDEMBKWT
કુવૈતના ગૃહમંત્રી ફહદ યુસુફ અલ સબાહએ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. ઘટનાસ્થળે પત્રકારો સાથે વાત કરતાં ગૃહમંત્રીએ જણાવ્યું, "સંપત્તિમાલિકોની લાલચ આ ઘટનાનું કારણ છે."
 
કુવૈતી મીડિયાના રિપોર્ટ અનુસાર આ ઇમારતમાં ક્ષમતા કરતા વધારે લોકો રહી રહ્યા હતા. ગૃહમંત્રીએ જણાવ્યું છે કે સંપત્તિ-કાયદાના ઉલ્લંઘનની તપાસ કરવામાં આવશે.
 
ભારતીય દૂતાવાસે આ ઘટના બાદ એક હેલ્પલાઇન નંબર +965-65505246 જાહેર કર્યો છે. સહાય માટે લોકો આ નંબર કૉલ કરી શકે છે.
 
આગ કેવી રીતે લાગી?
 
અધિકારીઓનું કહેવું છે કે આ ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
 
કુવૈતના ગૃહમંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઈદ અલ-અહેવાને સરકારી ટેલીવિઝનને જણાવ્યું કે એક બહુમાળી ઇમારતમાં બુધવારે સ્થાનિક સમય પ્રમાણે સવારે છ વાગે આગ લાગી હતી.
 
તેમણે કહ્યું કે આગ પર કાબુ મેળવી લેવાયો છે અને રાહતકાર્ય ચાલુ છે.
 
સોશિયલ મીડિયા પર શૅર થઈ રહેલા વીડિયામાં ઇમારતના નીચેના ભાગમાં આગ અને ઉપરના માળે ધુમાડો જોવા મળે છે.
 
અધિકારીઓએ જણાવ્યું કે કુવૈતના મંગાફ વિસ્તારમાં એક છ માળની ઇમારતના રસોડાથી આગની શરૂઆત થઈ હતી. આ ઇમારતમાં મોટાભાગે પ્રવાસી મજૂરો રહે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર