લેબનોનના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દક્ષિણ બૈરુતમાં ઇઝરાયલના હવાઈ હુમલામાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે. આમાં એક બાળક પણ છે.
લેબનોનના આરોગ્ય મંત્રાલય અનુસાર હુમલામાં 24 લોકોને ઈજા થઈ છે.
લેબનોન અનુસાર આ હવાઈ હુમલો દક્ષિણી બૈરુતમાં મુખ્ય સરકાર હૉસ્પિટલમાં થયો છે.
હૉસ્પિટલનાં સૂત્રોએ સમાચાર સંસ્થા રૉઇટર્સને જણાવ્યું હતું કે એવું લાગે છે કે આ હવાઈ હુમલો રફીક હરીરી યુનિવર્સિટી હૉસ્પિટલની કાર પાર્કિંગમાં થયો છે.
આ ઍર સ્ટ્રાઇક સોમવારે સાંજે દક્ષિણ બૈરુતમાં 13 હવાઈ હુમલામાં સામેલ છે. આ હુમલા વિશે ઇઝરાયલી સેનાનું કહેવું છે કે તે હિઝબુલ્લાહ સાથે સંકળાયેલાં સ્થળો પર હુમલો કરવામાં આવી રહ્યા છે.
સોમવારે ઇઝરાયલના એક પ્રવક્તાએ બૈરુતમાં લોકોને આ જગ્યાઓથી દૂર રહેવા કહ્યું હતું. જોકે આમાં રફીક હરીરી હૉસ્પિટલ સામેલ નહોતી.