Nigeria Blast: નિયંત્રણ ગુમાવતા પલટ્યુ પેટ્રોલનું ટેન્કર, લોકો ચોરી રહ્યા હતા પેટ્રોલ, અચાનક થયો બ્લાસ્ટ અને 94 એ ગુમાવ્યા જીવ

બુધવાર, 16 ઑક્ટોબર 2024 (16:04 IST)
Blast in Nigeria નાઈજીરિયામાં પેટ્રોલ ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં 94 લોકોના મોત થયા છે.  સૂત્રોના જણવ્યા મુજબ એક અકસ્માત બાદ ટેન્કર પલટી ગયું હતું. જ્યારે વિસ્ફોટ થયો એ પહેલા લોકો ટેન્કરમાંથી પેટ્રોલ ચોરી રહ્યા હતા. વિસ્ફોટમાં ઘાયલ થયેલા 50 લોકોની હાલત ગંભીર છે. પોલીસ અધિકારીએ આ માહિતી આપી છે.
 
એબુજા. નાઈજીરિયામાં એક મોટી દુર્ઘટના થઈ છે. પેટ્રોલ ટેન્કર બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 94 લોકોના મોત થયા છે. એવુ કહેવાય રહ્યુ છે કે  મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. એજન્સીના અહેવાલ મુજબ વિસ્ફોટમાં 50 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
 
પેટ્રોલ ટેન્કરમાં બ્લાસ્ટની આ ઘટના ઉત્તરી નાઈજીરિયાના જીગાવા રાજ્યના એક ગામ પાસે બની હતી. મળતી માહિતી મુજબ પેટ્રોલ ટેન્કર અકસ્માતનો  ભોગ બન્યું. ડ્રાઇવરે ટેંકર પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે ટેન્કર પલટી ગયું હતું. લોકોએ ટેન્કરમાંથી પેટ્રોલ પણ ચોરી રહ્યા હતા. 
 
ઘાયલ લોકોની હાલત ગંભીર
જીગાવા પોલીસ પ્રવક્તાએ આ મામલે વધુ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે ટેન્કર પલટી ગયા બાદ સ્થાનિક લોકોએ તેમાંથી પેટ્રોલ ભરવાનું શરૂ કર્યું. પછી જોરદાર વિસ્ફોટ થયો અને આગ ફાટી નીકળી. તેમણે જણાવ્યું કે આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના બુધવારે બની હોવાનું કહેવાય છે.
 
દુર્ઘટનાનો વીડિયો આવ્યો સામે 
દુર્ઘટના સાથે જોડાયેલ એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સમગ્ર વિસ્તારમાં ભીષણ આગ જોવા મળી રહી છે. ઘટનાસ્થળ પર લાશો વિખરાયેલી છે. અધિકારી જણાવ્યુ કે ઘાયલોને નિકટના સ્થાનીક હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા છે જ્યા તેમની સારવાર ચાલુ છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર