ટ્રમ્પના ટેરિફથી ચીન ખળભળાટ મચી ગયું હતું. તેણે પણ અમેરિકી ચીજવસ્તુઓ પર 34 ટકા ટેરિફનો બદલો લેવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પ આનાથી નારાજ છે. તેણે ચીન પર વધારાના 50 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ચીન પર વધારાના ટેરિફ લગાવવાની ધમકી આપી હતી. તેના પર ચીને હવે પ્રતિક્રિયા આપી છે.
મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ચીન પર વધુ ટેરિફ લાદવાની ધમકી આપવી એ બીજી ભૂલ હશે. ચીન આ ક્યારેય સ્વીકારશે નહીં. જો અમેરિકા આપણને તેના માર્ગે ચાલવા દબાણ કરશે તો ચીન તેની સાથે અંત સુધી લડશે
મંત્રાલયે કહ્યું છે કે અમેરિકાનો ધમકાવનારો વ્યવહાર ચીન નહીં સાંખી લે. તેઓ છેલ્લે સુધી ટેરિફ મામલે લડી લેશે.
ચીની સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીએ પણ આ મામલે પોતાના અખબાર પીપલ્સ ડેઇલીમાં એક લેખ છાપ્યો છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે ચીનની પ્રતિક્રિયા યોગ્ય, કાયદાકીય, મજબૂત અને સંયમિત છે. જ્યારે અમેરિકાનું વલણ એવું છે કે તે દુનિયામાં પોતાની તાકત દેખાડવા માગે છે.
આ લેખનું શીર્ષક છે: 'દબાણ અને ધમકીથી ચીન સાથેનો વ્યવહાર યોગ્ય નથી'