2008ના જયપુર બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. પોલીસે આ કેસના ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. દોષિતોમાં સરવર આઝમી, સૈફુરરહમાન, મોહમ્મદ સૈફ અને શાહબાઝ અહેમદનો સમાવેશ થાય છે. આ તમામને વિવિધ ગુના હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ વિસ્ફોટોમાં 71 લોકો માર્યા ગયા હતા અને 185 થી વધુ ઘાયલ થયા હતા. કોર્ટે 17 વર્ષ બાદ આ કેસમાં સજા સંભળાવી છે.