આ સાથે, દેશમાં કોઈ પણ વ્યક્તિ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ટ્રેનમાં મુસાફરી કરી શકશે. હાલમાં, કટરાથી શ્રીનગર જવા માટે લગભગ 6 થી 7 કલાકનો સમય લાગે છે, પરંતુ નવી વંદે ભારત ટ્રેન શરૂ થતાં, આ મુસાફરી માત્ર 3 કલાકમાં પૂર્ણ કરી શકાશે.
19 એપ્રિલે ઉદ્ઘાટન
કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન 19 એપ્રિલ, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આ ટ્રેન કટરા અને શ્રીનગર વચ્ચેની કનેક્ટિવિટી વધારશે, જે વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ, ચિનાબ રેલ બ્રિજ સહિત અનેક સ્થળોએથી પસાર થશે. અહેવાલો અનુસાર, દિલ્હીથી ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરોએ નવી દિલ્હીથી શ્રીનગરની ટિકિટ લેવી પડશે, પરંતુ કટરા પહોંચ્યા પછી, મુસાફરોએ બીજી ટ્રેન લેવી પડશે.