સાઉદી અરેબિયાએ હવે હજ અને ઉમરાહ માટે નોંધણી ફરજિયાત કરી દીધી છે. વિઝા સસ્પેન્શનમાં હજ અને ઉમરાહ વિઝા તેમજ બિઝનેસ અને ફેમિલી ટ્રિપ માટેના વિઝાનો સમાવેશ થાય છે. આ પ્રતિબંધ જૂનના મધ્ય સુધી અમલમાં રહેશે, કારણ કે હજ યાત્રા જૂન મહિનામાં સમાપ્ત થાય છે.
સાઉદી અરેબિયાએ આ 14 દેશો પર પ્રતિબંધ લગાવ્યો છે
સાઉદી અરેબિયાએ ભારત અને પાકિસ્તાન સહિત 14 દેશોના લોકોને વિઝા આપવા પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. આ 14 દેશોમાં ભારત પણ સામેલ છે. આ સિવાય પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈજીપ્ત, ઈન્ડોનેશિયા, ઈરાક, નાઈજીરીયા, જોર્ડન, અલ્જીરીયા, સુદાન, ઈથોપિયા, ટ્યુનિશિયા, યમન અને અન્ય એક દેશ પર પણ વિઝા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
સાઉદી સત્તાવાળાઓએ વિઝા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાનું કારણ હજ યાત્રા દરમિયાન સુરક્ષાને ટાંક્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘણા વિદેશી નાગરિકો હજ, ઉમરાહ અને બિઝનેસ-ફેમિલી ટ્રીપના બહાને દેશમાં પ્રવેશી રહ્યા છે. આ પછી, તેઓ દેશમાં ગેરકાયદેસર રીતે લાંબો સમય વિતાવી રહ્યા છે, જ્યારે વિઝા મર્યાદિત સમય માટે છે.