ચીનના લિયાઓનિંગમાં થઈ દર્દનાક દુર્ઘટના, રેસ્ટોરેંટમાં આગ લાગવાથી 22 ના મોત, 3 લોકો ઘાયલ

Webdunia
મંગળવાર, 29 એપ્રિલ 2025 (16:42 IST)
china fire
China Restaurant Fire: ચીનના લિયાઓનિંગમાં દર્દનાક દુર્ઘટના થઈ છે. અહી એક રેસ્ટોરેન્ટમાં આગ લાગવાથી 22 લોકો મોતની ચપેટમાં આવી ગયા છે. આગની ચપેટમાં આવવાથી ઓછામાં ઓછા 3 લોકો ઘાયલ થઈ ગયા છે. આગ લાગવાનુ કારણ હજુ સુધી સામે આવ્યુ નથી.  સ્થાનિક લોકો મુજબ આગ લાગ્યા બાદ ઘટનાસ્થળ પર હડકંપ મચી ગયો. બિલ્ડિંગની બારીઓ અને દરવાજામાંથી આગની લપેટો  જોવા મળી.  
<

22 Killed, 3 Injured After Massive Fire at Restaurant in China's Liaoyang

VC: Twitter (Nazlı Özdemir)#China #restaurantfire #killed #injured #ChinaRestaurantFire #northeastlive pic.twitter.com/pXYuzCL0Nh

— Northeast Live (@NELiveTV) April 29, 2025 >
 
ઘટના સ્થળ પર પહોચ્યા ફાયર બ્રિગેડના કર્મચારી  
આગ લાગવાની સૂચના મળ્યા બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ આવી પહોચી છે. ફાયર બ્રિગેડના અધિકારીઓનુ કહેવુ છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.  રેસ્ટોરેંટની આસપાસ બનેલી બિલ્ડિંગો ખાલી કરાવી લીધી છે.  
 
રેસ્ટોરેંટના કિચનમાં લાગી હતી આગ
મળતી માહિતી મુજબ આગ રેસ્ટોરેંટના કિચનમાં લાગી હતી. લિયાઓનિંગ પહેલા એક મોટુ  ઔધોગિક કેન્દ્ર હતુ.  હાલ વસ્તીના પલાયનને કારણે આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યુ છે.  ચીનમાં આગ લાગવાની દુર્ઘટનાઓ અવારનવાર થતી રહે છે. સામાન્ય રીતે પ્રશિક્ષણની કમી અને કે પોતાના વરિષ્ઠોના દબાણને કારણે કર્મચારીઓ સુરક્ષા સુવિદ્યાને ગણકારતા નથી.  
 
ચીનમાં પહેલા પણ અકસ્માતો થઈ ચુક્યા 
તમને જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં જ ઉત્તર ચીનના હેબેઈ પ્રાંતમાં એક નર્સિંગ હોમમાં આગ લાગી હતી. આમાં ઓછામાં ઓછા 20 લોકોનું દર્દનાક મૃત્યુ થયું હતુ. આ વર્ષે જાન્યુઆરીમાં ચીનના હેબેઈ શહેરના ઝાંગજિયાકોઉમાં એક ખાદ્ય બજારમાં આગ લાગી હતી. આ આગની ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા અને 15 અન્ય ઘાયલ થયા હતા.
 

સંબંધિત સમાચાર

Next Article