Air India Talks With Boeing: અમેરિકાની સાથે ચીનના વ્યાપારિક તનાવનો સીધો ફાયદો ભારતને મળતો દેખાય રહ્યો છે. એક બાજુ જ્યા કેટલીક કંપનીઓ ચીન છોડીને ભારતને પોતાના પસંદગીનુ સ્થાન બનાવવા પર વિચાર કરી રહી છે તો બીજી બાજુ ચીની ક્લાયંટે ના પાડતા એયરઈંડિયા 10 બોઈંગના 737 MAX વિમાન ખરીદવા જઈ રહી છે. આ માટે કાયદેસર વાતચીત શરૂ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વની બે આર્થિક મહાસત્તાઓ, અમેરિકા અને ચીને એકબીજાના માલ પર 100 ટકાથી વધુ ટેરિફ લાદી છે. રોઇટર્સે તેના અહેવાલમાં બે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે એર ઇન્ડિયા બોઇંગ સાથે લગભગ 10 વિમાન ખરીદવા માટે વાતચીત કરી રહી છે જેનો ઉપયોગ એર ઇન્ડિયા એક્સપ્રેસ માટે કરવામાં આવશે. એર ઇન્ડિયા એક્સપ્રેસના લગભગ 100 વિમાનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
સૂત્રોએ જણાવ્યુ કે એયર ઈંડિયાએ તેમા ખૂબ રસ બતાવ્યો છે અને જો આ વાતચીત સફળ રહે છે તો આ વર્ષના અંત સુધી એયર ઈંડિયા વિમાનોના કાફલામાં તેનો સમાવેશ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે હલ ચર્ચા શરૂઆતના સ્તર પર છે. બોઈંગના આ 10 વિમાનોની ખરીદીથી એયર ઈંડિયાને પોતાઅનો વિસ્તાર કરવામાં મદદ મળશે. કારણ કે હાલ આ સમૂહ પાસે પૂરતી સંખ્યામા વિમાન નથી.