જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં ચરમપંથીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ
શુક્રવાર, 25 એપ્રિલ 2025 (23:12 IST)
ગુરુવારે ઉધમપુરમાં સુરક્ષાદળો અને ચરમપંથીઓ વચ્ચેની અથડામણમાં એક જવાનનું મોત નિપજ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં શુક્રવારે ચરમપંથીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હોવાના અહેવાલ છે.
ભારતીય સેનાની ચિનાર કોર્પ્સ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોતાના એકાઉન્ટ મારફત આ અથડામણની માહિતી આપી હતી.
પોસ્ટમાં જણાવાયું હતું કે, "ખાસ ગુપ્ત માહિતીના આધારે આતંકવાદીઓની હાજરી અંગે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે બાંદીપોરાના કોલનર અજાસ વિસ્તારમાં એક સંયુક્ત સર્ચ ઑપરેશન શરૂ કર્યું છે."
સેનાના જણાવ્યા પ્રમાણે ચરમપંથીઓ સાથે અથડામણ હજુ ચાલુ છે.
ગુરુવારે ઉધમપુરમાં સુરક્ષાદળો અને ચરમપંથીઓ વચ્ચેની અથડામણમાં એક જવાનનું મોત નીપજ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે ચરમપંથી હુમલો થયો હતો જેમાં 26 લોકોનાં મોત થયાં હતાં અને કેટલાયને ઈજા થઈ હતી.