પહેલગામ આતંકી હુમલા પર રક્ષા મંત્રી રાજનાથનુ પહેલુ નિવેદન, બોલ્યા - વળતો જવાબ આપીશુ..

બુધવાર, 23 એપ્રિલ 2025 (18:05 IST)
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે. આતંકવાદીઓ અને તેમના માસ્ટર પાકિસ્તાન સામે કાર્યવાહીની સતત માંગ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે. માર્યા ગયેલા મોટાભાગના લોકો પ્રવાસીઓ હતા. હવે, આ આતંકવાદી હુમલા અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનું પહેલું નિવેદન બહાર આવ્યું છે. રાજનાથ સિંહે કહ્યું છે કે આ આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવશે.
 
સરકાર દરેક જરૂરી પગલા ઉઠાવશે - રાજનાથ સિંહ 
દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે અમે અનેક નિર્દોષના લોકોના જીવ ગુમાવ્યા છે. હુ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છુ.  આતંકવાદને લઈને ભારતની જીરો ટોલરેંસની  નીતિ છે.  હુ દેશવાસીઓને આશ્વાસન આપવા માંગુ છુ કે સરકાર દરેક જરૂરી પગલા ઉઠાવશે.   આ આતંકવાદી હુમલાના ગુનેગારોની સાથે, તેની પાછળ છુપાયેલા લોકોને પણ પકડવામાં આવશે. હું દેશને ખાતરી આપવા માંગુ છું કે એક મજબૂત અને સ્પષ્ટ જવાબ આપવામાં આવશે." રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે તેનું પરિણામ ટૂંક સમયમાં જોવા મળશે.
 
વિશેષ ધર્મને નિશાન બનાવવામાં આવ્યા - રાજનાથ સિંહ  
રક્ષા મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ રૂપે કહ્યુ છે કે પહલગામમાં આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્ણ રીતે હુમલો કરીને વિશેષ ધર્મને નિશાન બનાવાયા છે. રાજનાથ સિંહે કહ્યુ કે હુમલામાં અમે અનેક નિર્દોષ નાગરિકોને ગુમાવ્યા છે. આ ઘોર અમાનવીય કૃત્યએ આપણને બધાને ઊંડા શોકમાં નાખ્યા છે   સૌથી પહેલા એ બધા પરિવારો પ્રત્યે મારી ઉંડી સંવેદના વ્યક્ત કરુ છુ. જેણે અમારા પ્રિયજનોને ગુમાવ્યા છે.  આ દુખદ સમયમાં દિવંગત આત્માઓની શાંતિ માટે હુ ઈશ્વરને પ્રાર્થના કરુ છુ.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર