Pahalgam Attack: જવાબી હુમલા પહેલા આતંકવાદીઓની ગ્રુપ તસ્વીર જાહેર, દેશ શોક અને ગુસ્સામાં, જાળ પાથરી રહી છે સુરક્ષા એજંસી

બુધવાર, 23 એપ્રિલ 2025 (13:15 IST)
terrorists Image

જમ્મુ-કશ્મીરના પહેલગામમાં થયેલ ભીષણ આતંકવાદી હુમલાના એક દિવસ પછી સુરક્ષા એજંસીઓએ ચારે બાજુ આતંકવાદીઓની તસ્વીર સાર્વજનિક કરી દીધી છે. આ હુમલામાં 26 નિર્દોષ પર્યટકોનો જીવ ગયો હતો હ્વે આખો દેશ શોક અને આક્રોશથી ભરાયો છે.  આ આતંકવાદીઓનો સંબંધ લશ્કર-એ-તૈયબા સાથે છે અને તેમાથી ઓછામાં ઓછા બે વિદેશી બતાવવામાં આવી રહ્યા છે.  

terrorists Image
 
હુમલાની જવાબદારી TRF એ લીધી 
આ હુમલાની જવાબદારી પાકિસ્તાન આધારિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની પ્રોક્સી ધ રેજિસ્ટેંસ ફ્રંટ  (TRF) એ લીધી છે. સુરક્ષા એજંસીઓ હવે ખૂબ જોર-શોરથી આ આતંકવાદીઓની શોધમાં લાગી છે અને આ લોહિયાળ હુમલાના ષડયંત્રને બેનકાબ કરવાની દિશામાં કામ કરી રહી છે.  
 
કાશ્મીર પહોચ્યા ગૃહમંત્રી, પીએમ એ રદ્દ કરી વિદેશ યાત્રા 
ગૃહમંત્રી અમિત શાહ તરત કાશ્મીર મુલાકાત કરી હાલતની સમીક્ષા કરી અને ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્દ્ર મોદી જે એ સમયે સઉદી અરબના પ્રવાસ પર હતા. હુમલાની સૂચના મળતા જ યાત્રા વચ્ચે છોડીને સ્વદેશ પરત આવ્યા. તેમણે  હુમલાની નિંદા કરતા કહ્યુ,  આ નૃશંસ હુમલા પાછળ જે પણ લોકો છે તેમને સજા જરૂર મળશે. આતંકવાદ વિરુદ્ધ અમારી લડાઈ અડગ છે અને વધુ મજબૂત થશે.  
 
શહીદોને આપી શ્રદ્ધાંજલિ, અંતિમ વિદાયમાં ઉમડ્યો દેશ 
 
 અમિત શાહે હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું, "ભારત આતંક સામે ઝૂકશે નહીં. આ કાયરતાપૂર્ણ હુમલાના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં." પીડિતોના મૃતદેહોને હવે તેમના ઘરે મોકલવામાં આવી રહ્યા છે, જ્યાં અંતિમ સંસ્કાર માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર