Pahalgam Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમા પર્યટકો પર આતંકી હુમલો, 2 ના મોત, 12-13 ગંભીર રૂપે ઘાયલ

મંગળવાર, 22 એપ્રિલ 2025 (17:44 IST)
jammu kashmir image source_X  
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરથી દિલ  દહેલાવનારી આતંકી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પ્રદેશના પહેલગામ વિસ્તારમા આતંકવાદીઓએ પર્યટકો પર હુમલો કર્યો છે.. આ હુમલામાં અત્યાર સુધી 12 પર્યટકો ગંભીર રૂપે ઘાયલ થવાના સમાચાર આવ્યા છે. એક પર્યટકનુ મોત થઈ ગયુ છે. આ ઘટના પછી સુરક્ષાબળોના જવાનોએ વિસ્તારમં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે.  
 
કેવી રીતે થયો આતંકી હુમલો ?
અત્યાર સુધી મળતી માહિતી મુજબ આતંકવાદીઓએ પહેલગામમાં લગભગ 3 થી 5 મિનિટ સુધી ગોળીબાર કર્યો. આ પછી તે ત્યાંથી ભાગી ગયો. આ આતંકવાદી હુમલામાં 12 -13  પ્રવાસીઓ ઘાયલ થયા હતા, જેમાં એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે બધાને અનંતનાગની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઓપરેશન ભારતીય સેનાના વિક્ટર ફોર્સ અને સ્પેશિયલ ફોર્સ, જમ્મુ અને કાશ્મીર પોલીસના SOG અને CRPF દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

 
વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ
પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબાર બાદ, વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઘટનાની પુષ્ટિ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો ઘટનાસ્થળે હાજર છે. સેનાના અધિકારીઓ પણ વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અત્યાર સુધી આતંકવાદીઓ અને સેના વચ્ચે ગોળીબારના કોઈ સમાચાર નથી. આ ઘટના અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
 
મળતી માહિતી મુજબ સેનાના 15 કોર કમાંડર લેફ્ટિનેટ જનરલ પ્રશાંત શ્રીવાસ્તવ હેલીકોપ્ટર થી ઘટનસ્થળ પર પહોચ્યા છે. ભારતીય સેનાની વિક્ટર ફોર્સના જવાન આતંકવાદીઓની શોઘ માટે ઘાટીના ટોચ પર પહોચી ગયા છે. આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ થઈ ગયુ છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર