Pahalgam Attack - પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં શોકનું મોજું પ્રસરી ગયું છે અને હજુ પણ આતંકીઓ ક્યાં છે તે જાણી શકાયું નથી. તે જ સમયે, આ હુમલામાં સામેલ આતંકવાદીઓને લઈને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકવાદીઓ વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. તેથી, જે કોઈ પણ હુમલામાં સામેલ આતંકવાદીઓ વિશે માહિતી આપશે તેને 20 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા હતા અને તેમનો ધર્મ પૂછીને એક-એક પર ગોળીબાર કર્યો હતો, જેમાં 28 લોકોના મોત થયા હતા. આતંકવાદીઓએ બર્બરતાની તમામ હદ વટાવી દીધી હતી. કેટલીક પત્નીની નજર સામે આતંકવાદીઓએ તેના પતિને ગોળી મારી દીધી, તો કેટલાકની નજર સામે પરિવારના એક સભ્યનું મોત થયું. આતંકવાદીઓએ એક-બે નહીં, પરંતુ 28 પ્રવાસીઓને પસંદ કરીને મારી નાખ્યા. આતંકવાદની એવી ભયાનક રમત રમાઈ હતી કે સાંભળીને કોઈની પણ આત્મા કંપી જાય.