Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલો: 'અમારું હૃદય તૂટી ગયું છે', પહેલગામ આતંકવાદી હુમલા પર બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું

ગુરુવાર, 24 એપ્રિલ 2025 (10:58 IST)
Pahalgam Terror Attack: પહેલગામ આતંકી હુમલા બાદ દુનિયાભરના નેતાઓએ ભારત સાથે એકતા દર્શાવી છે. બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું કે પીડિતોની વેદના જોઈને અમારું હૃદય તૂટી ગયું છે. અમે ભારત સાથે ઉભા છીએ
 
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા ચરમપંથી હુમલા વિશે બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું કે, 'અમારું દિલ તૂટી ગયું છે.'
 
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેમણે લખ્યું છે, "પહલગામમાં થયેલા બર્બર હુમલામાં નવવિવાહિતો, બાળકો અને ખુશી શોધી રહેલા પરિવારોનું જીવન છીનવાઈ ગયું છે."
 
ઋષિ સુનકે જણાવ્યું કે બ્રિટન પોતાના દુખ અને એકજૂથતામાં આપની સાથે છે. આતંક ક્યારેય નહીં જીતે. અમે ભારતની સાથે છીએ.
 
મંગળવારે થયેલા હુમલામાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં મોટા ભાગના પર્યટકો છે.
 
બુધવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સુરક્ષા મામલાની કૅબિનેટ કમિટીની બેઠક મળી હતી.
 
આ બેઠકમાં ઘણા મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. તેમાં પાકિસ્તાન સાથેની સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડ કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર